500 વર્ષ જુના અયોધ્યા વિવાદને સુપ્રીમ કોર્ટે માત્ર 45 મીનિટમાં પૂર્ણ કર્યો: યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બસ્તીની મુલાકાત દરમિયાન જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, 500 વર્ષ જુના અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદનો 45 મીનિટમાં નિર્ણય આપવા માટે સુપ્રીમ કોર્ટના આભારી છીએ. સુપ્રીમ કોર્ટે આટલા મોટા વિવાદને માત્ર 45 મીનિટમાં પૂર્ણ  કરી દીધો.
તેમણે કહ્યું કે, આ લોકશાહી અને ન્યાયપાલિકાની શક્તિઓ દર્શાવે છે. આ લોકશાહી અને ન્યાયપાલિકાની જ તાકાત છે કે જે 500 વર્ષ જુના રામજન્મભૂમિ વિવાદને 45 મીનિટમાં પૂર્ણ કરી દીધો. આ  આ  દરમિયાન યોગી આદિત્યનાથે પહેલાંની રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવી. અહીં યોગી આદિત્યનાથે ખાંડની મીલનું ઉદ્ધાટન અને અન્ય અનાવરણના કાર્યક્રમમાં ઉપસ્થીત રહ્યાં હતા જે દરમિયાન આ વાત કહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.