500 વર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય દીવાળીની ઉજવણી થશે, પાંચ લાખ દીવડાઓ ઝગમગાશે

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આ વખતની દીવાળી ઐતિહાસિક હશે. અયોધ્યા વિવાદ પર કોર્ટના નિર્ણય અને રામ મંદિરના ભૂમિપૂજન બાદની આ પહેલી દીવાળી છે. આ કારણે જ આ દીવાળીનું મહત્વ વધારે છે. લગભગ પાંચ સદી એટલે કે 500 વર્ષથી અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ ચાલતો હતો. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામ દીવાળીના દિવસે જ 14 વર્ષનો વનવાસ પુરો કરીને અયોધ્યા પરત આવ્યા હતા. જેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવાળીની ઉજવણી કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી રામનું ફરીથી અયોધ્યા આગમન થયું છે તેમ કહી શકાય. જેના કારણે આ અયોધ્યામાં  દીવાળી ખાસ અને મહત્વની છે. ત્યારે યોગી સરકારે આ દીવાળીના અવસર ઉપર ભવ્ય ઉજવણીની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. દીવાળીના અવસર ઉપર અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દીવાળીના એક દિવસ પહેલા જ અયોધ્યાના ઘાટ ઉપર 5 લાખ 51 હજાર દીવડાઓ કરવામાં આવશે. જેની રોશનીથી અયોધ્યા નગરી ઝગમગી ઉઠશે.

મહત્વની વાત એ પણ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના આ ઉત્સવની તૈયારી પર નજર રાખી રહ્યા છે. ઉપરાંત આ ઉજવણી દરમિયાન તેઓ સ્વયં પણ ત્યાં ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમના કારણે અયોધ્યામાં ભારે ભીડ એકત્ર થાય તેવી પણ શક્યતા છે. 500 વર્ષ બાદ આ અવસર વ્યો છે, જેના કારણે દેશભરના શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે તેવી શક્યતા છે. તો કોરોના મહામારીને ધ્યાને રાખીને ઉત્તર પ્રદેશ સરકારે લોકોને અયોધ્યા ના આવવાની અપીલ કરી છે. આ આખો કાર્યક્રમ ઓનલાઇન નિહાળી શકાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.