ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સકે જંગલમાં લાગેલી આગ હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આગમાં માત્ર લોકો જ નથી મર્યા પરંતુ 50 કરોડ જાનવરોની મરવાની પણ ખબર છે. આ બધાની વચ્ચે કેટલીક ધબકારા વધી જાય એવી તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તો કાંગારુનુ બાળક બળી ગયેલી હાલતમાં તારમાં ચોંટેલુ જોવા મળી રહ્યું છે.
કાંગારુનુ બાળક આ રીતે બળીને ખાખ થયું એ તસવીર જોઈને ભલભલા લોકોના રૂવાડા ઉભા થઈ ગયા છે. બીજી વાત કરીએ તો રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આગ કાબુમા આવવાનું નામ લેતી નથી.
એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી આ આગમાં 50 કરોડ જાનવરોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જો કે હજુ આગમાં ફસાયેલા પ્રાણીઓને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ઘણી સંસ્થાઓ ત્યાં કામગીરી કરી રહી છે. તો અહીં જુઓ ત્યાંની કેટલીક ભયાવહ તસવીરો….
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.