55 ડેમ હાઈ એલર્ટ પર, 101 રસ્તાઓ હજુય બંધ, જુઓ ગુજરાતમાં અવિરત વરસાદથી કેવી સ્થિતિ સર્જાઈ…

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે સતત થઈ વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. જયારે બીજી તરફ ભારે વરસાદથી રસ્તાઓનું ધોવાણ થતા વાહનવ્યવહાર પર અસર થઈ છે.

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે. છેલ્લા કેટલાય દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, તો ક્યાંક પૂર અવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો. ત્યારે સતત થઈ રહેલા વરસાદને પગલે રાજ્યમાં જળાશયોમાં પાણીની આવક વધી છે. તો કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થતા અહીંના રસ્તાઓ નુકસાનગ્રસ્ત થયા છે. જેને કારણે અહીંના વાહનવ્યવહાર પર અસર થઈ છે.

વરસાદી માહોલથી જળાશયોમાં વધી પાણીની આવક

રાજ્યમાં વરસાદ વચ્ચે પાણીની આવક વધી છે. રાજ્યના 206 જળાશયોમાં 50.84% જળસંગ્રહ થયો છે. જેમાંથી 47 ડેમ 100% ભરાઈ ગયા છે, તો 29 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાઈ ગયા છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% ભરાયો છે. આ સિવાય રાજ્યમાં 55 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જયારે 10 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો 11 ડેમ વોર્નિંગ પર મુકાયા છે.

વરસાદને લીધે વાહનવ્યવહારને અસર

ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને લઈને વાહનવ્યવહાર પર અસર થઈ છે. ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું છે અને રસ્તાઓને નુકસાન થયું છે. ત્યારે વરસાદના કારણે રાજ્યમાં 101 રસ્તાઓ હજુ પણ બંધ છે. જેમાં 6 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 92 રસ્તાઓ બંધ છે તો અન્ય 3 રસ્તા બંધ હોવાનું સામે આવ્યું છે. જે બંધ રસ્તાઓને લઈને સ્થાનિકો સાથે વાહન ચાલકો માટે સમસ્યા સર્જાઈ છે. તો બંધ રસ્તાના કારણે તે રસ્તા પર વાહનવ્યવહાર ઠપ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.