દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો આપ્યો છે અને જેમાં લાખણી તાલુકાના ખેરોલા ગામે એક 13 માસની બાળકીને ગુપ્ત ભાગે અડપલાં કરી ઇજા પહોંચાડનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારતા કોર્ટ રૂમમાં છન્નાટો છવાઈ ગયો હતો.
લાખણી તાલુકાના ખેરોલા ગામે તારીખ 14/03/2021 ના રોજ ઘર આંગણે એક 13 માસની બાળકી ઘોડિયામાં સૂતી હતી તે સમય તેની માતા બાજુના ખેતરમાં છાસ લેવા ગઈ હતી અને તે સમય 55 વર્ષના હીરા રબારીએ આવી અને ઘોડિયામાં સુતેલી બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આનાથી બાળકી જોર જોરથી રડવા લાગતા તેની માતા દોડી આવી હતી જેમાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો.
જે બાબતે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જે કેસ દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ જજ કે એસ હિરપરા સમક્ષ ચાલ્યો હતો અને જેમાં સરકારી વકીલ ડી વી ઠાકોરે ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.