રાજ્ય માં સ્કૂલો માં બાળકો પોઝીટિવ આવી રહયા છે પરંતુ વાઈબ્રન્ટ સમીટ માં આવનારા દેશી- વિદેશી ડેલિગેટ્સ સમક્ષ બધુ હેમખેમ છે અને અમદાવાદ- ગાંધીનગર કોરોના મુક્ત છે એવુ પરાણે પ્રર્દિશત કરવા રાજ્યની સંવેદનશીલ સરકાર તેમજ શિક્ષણમંત્રી શાળાઓમાં બંધ નહી કરવાના મૂડમાં નથી અને રાજ્યના અનેક નાના-મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ પોઝિટીવ આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને શાળાઓમાં થોડાક સમય માટે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ કરવા માંગણી કરી હતી.અને જો કે, આ મુદ્દે કોઈ જ નિર્ણય લેવાયો નથી ત્યારે સુરત માં 58 અને વડોદરા માં 21 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા હોવા છતાં હજુપણ જવાબદારો ના પેટનું પાણી પણ હલતું નથી તે બાબત ખુબજ ગંભીર છે.
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં 278 નવા કોરોના કેસ સામે આવ્યા છે જે પૈકી 21 જેટલા તો બાળકો કોરોના સંક્રમિત બન્યા છે,કોરોના પોઝિટિવ કેસોમાં 18થી ઓછી ઉંમરના દર્દીઓની સંખ્યા 21 છે જે ખુબજ ચિંતા ની બાબત છે. શહેરમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરની શરૂઆત થઇ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 269 કેસો નોંધાયા છે અને જેની સરખામણીએ છેલ્લા બે દિવસમાં 278 સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી રહી છે.સૂત્રોના પ્રમાણે બુધવારે નોંધાયેલા 181 કેસો પૈકી 21 કેસો 18થી ઓછી ઉંમરનાં બાળકોની છે. જ્યારે બાકીના 160 કેસ 18 થી વધુ ઉંમરના નદીઓની છે બુધવારે સૌથી નાના 2 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.