59 ચીની એપ્સ પરના પ્રતિબંધને હાઈ લેવલ કમિટીએ માન્યો યોગ્ય, કંપનીઓને મળશે એક તક

ચીનના સરકારી મીડિયાના મતે આ પ્રતિબંધથી કંપનીઓને જ નહીં પણ કંપની માટે કામ કરતા હજારો ભારતીય આઈટી કર્મચારીઓને પણ નુકસાન થશ

કેન્દ્ર સરકારની હાઈ લેવલ કમિટીએ પણ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ કમિટીમાં ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય, ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સિવાય CERT-In (Computer Emergency Response Team)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.

કેન્દ્ર સરકારની સમિતિએ પણ 59 ચીની એપ્સ ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર મહોર મારી દીધી છે. આ એપ્સની ડેટા શેર કરવાની કાર્યપ્રણાલીને ધ્યાનમાં રાખીને આઈટી અને ઈલેક્ટ્રોનિક સચિવે પોતાના ઈમરજન્સી અધિકારનો પ્રયોગ કરીને પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો. સરકારી સમિતિએ બુધવારે પોતાની બેઠકમાં પણ આ નિર્ણયને યોગ્ય ગણ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીની એપ્સ પર વચગાળાનો પ્રતિબંધ મુકાયો છે. હવે અંતિમ નિર્ણય લેવાય તેના પહેલા આ ચીની એપ્સના પ્રતિનિધિઓને સમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરવા એક તક મળશે. જાણવા મળ્યા મુજબ એક સપ્તાહની અંદર આ કંપનીઓના પ્રતિનિધિ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાતે ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ એપ્લિકેશન્સને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવવામાં આવી હતી. પ્રતિબંધ મુકવામાં આવ્યો તે એપ્લિકેશન્સમાં સૌથી વધુ લોકપ્રિય એપ ટિકટોકનો પણ સમાવેશ થાય છે. જો કે ટિકટોકના કહેવા પ્રમાણે તે કોઈ દેશને ડેટા શેર નથી કરતું.

હવે આ પ્રતિબંધની અસરો પણ દેખાવા લાગી છે. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના કહેવા પ્રમાણે ટિકટોક અને શેર ઈટ જેવી વૈશ્વિક એપ્લિકેશન્સને પ્રતિબંધિત કરવાથી ફક્ત આ કંપનીઓને જ નહીં પણ આ કંપનીઓ માટે કામ કરતા હજારો ભારતીય આઈટી કર્મચારીઓને પણ અસર થશે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સને છ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.