5 લાખ વિદ્યાર્થીએ બીએડની પરીક્ષા આપી કોઇને કોરોના થયો નથી, NEET-JEEની પરીક્ષા પણ થવી જોઇએ : યોગી આદિત્યનાથ

દેશભરમાં અત્યારે NEET-JEEની પરીક્ષા મુદ્દે ઘમાસાણ ચાલલી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ  કોરોના સંકટને કારણે સપ્ટેમ્બરમાં યોજાનાર આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો પણ આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે NEET-JEE પરીક્ષા મુદ્દે સરકારનું સમર્થન કર્યુ છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે અમે NEET-JEEની પરીક્ષાનું સમર્થન કરીએ છીએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકની અંદર કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર NEET-JEEની પરીક્ષાનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે ગત નવ ઓગષ્ટના રોજ રાજ્યમાં બીએડ માટેની પ્રેવશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લગભગ પાંચ લાખ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા બાદ ક્યાંય પણ કોરોના ચેપના સમાચાર આવ્યા નથી. આ જ રીતે NEET-JEEની પરીક્ષા પણ થઇ શકે છે.

તો બીજી તરફ સમાવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પરીક્ષા લેવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે NEET-JEE પરીક્ષા કરાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના વડે ભાજપે ખુલાસો કર્યો છે. તેમણે માનવ સંસાધન મંત્રાલયનું નામ શા માટે બદલ્યુ છે, કારણ કે શિક્ષા અને વિદ્યાર્થીઓ પ્રત્યે તેમના દ્રષ્ટિકોણમાં માનવતા ક્યાંય નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.