5મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ પહેલાં બોર્ડે 33 પ્રકારની ગેરરિતી અને ગુનાઓનું લિસ્ટ જાહેર કર્યું ,ગેરરીતિ કરી તો પરિણામ થશે રદ

આગામી 5 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાઓમાં તમામ પ્રકારની ચેકિંગ વ્યવસ્થા અને સીસીટીવીની બાજ નજર હોવા છતાં ચોરીના અને કોપી કેસના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ વખતે પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બો્ડની વેબસાઈટ પર પરિક્ષામાં 33 પ્રકારના ગેરરીતીના ગુના અને તેની સામે લેવાતા પગલાની વિગતો જાહેર કરી છે.

આમ તો પર વિદ્યાર્થીની કારકિર્દી ઘડવા માટે તેની પરીક્ષાઓ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આખુ વર્ષ મહેનત કર્યા વગર છેલ્લી ઘડીએ કાપલી કરીને, કોપી કરીને કે પરીક્ષામાં ચોરી કરીને શોર્ટકર્ટ અપનાવતા વિદ્યાર્થીઓ થઈ જજો સાવધાન.કારણ કે જો પરિક્ષામાં કાપલી કરી તો પરીક્ષાનું પરિણામ રદ થશે તે નક્કી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં થતી ગેરરીતીઓ અને ચોરીઓના આધારે 33 પ્રકારના ગુના અને તેની સામે બોર્ડ દ્વારા 33 પ્રકારે લેવાતા પગલા લેવાઈ શકે છે તેની વિગતો મુકવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.