ગુજરાતના સાત જિલ્લાની 786 સંસ્થાઓ, અમદાવાદ જિલ્લાની 554 સંસ્થાઓ અને ગાંધીનગરની 121 સંસ્થાઓને મળીને સમજાવીને 6.18 લાખ કર્મચારીઓને દિવાળીનું બોન સચૂકવવાની ફરજ પાડવામાં આવી છે. ગુજરાત સરકારની શ્રમ આયુક્તની કચેરીએ ઓક્ટોબરથી બોનસ સેલને કાર્યરત કરી દઈને ગુજરાતના સાત જિલ્લાની અંદાજે 786 જેટલી ખાનગી સંસ્થાઓને સમજાવીને તેમના 2,04,147 શ્રમિકોને રૂા.235.97 કરોડનું બોનસ ચૂકવવાની ફરજ પાડવામાં આવી છે.
અમદાવાદના નાયબ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ોનસ ચૂકવણી અધિનિયમનું પાલન થાય તે માટે અમદાવાદમાં નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે ખાસ બોનસ સેલની રચના કરવામાં આવી હતી. બોનસ સેલે ખાનગી કંપનીઓને બોનસ આપવાને મામલો માર્ગદર્શન પૂરૂં પાડયું હતું.
25મી ઓક્ટોબર 2019ના ઓક્ટોબર મહિનાની 25મી તારીખ સુધીમાં અમદાવાદ સિવાયના 7 જલ્લાની 786 કંપનીઓના કુલ 2,04, 147 શ્રમિકોનો રૂા.235.97 કરોડનું બોનસ ચૂકવવામાં આવ્યું છે. તેમ જ અમદાવાદ જિલ્લાની 554 સંસ્થાઓના 1,45,589 શ્રમિકોને 151.92 કરોડનું બોનસ ચૂકવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.