મોડાસા પાસે આવેલા આલમપુર ગામ નજીક બે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં લગભગ 6 જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરી દેવો પડ્યો છે. જેને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. રિપોર્ટ્સ મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઇવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી.અને ત્યારબાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી જવા પામી હતી.
અકસ્માત બાદ આગની ઘટનાથી 6 જેટલા લોકોના મોત થવાની આશંકા છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાઇવે પર બનેલી આ ઘટનાને લઇને અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને રાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક રાખ થઈ ગયેલું શવ બહાર કાઢ્યું હતું.અને અકસ્માતની ઘટનામાં આગની ઘટનાના પગલે હાઇવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટના વિશે જણાવતા RTO અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ વાહન વચ્ચેની અકસ્માતમાં એક વાહનની અંદર એક્સપ્લોઝિવ કેમિકલના કારણે આગ લાગી હતી. જેમાં એક વાહનના ડ્રાઈવર કૂદી જતા બચી ગયા છે, જ્યારે સામેવાળા વાહનમાં ડ્રાઈવર અને કંડક્ટરમાંથી એકનું મૃત્યું થયું છે. હાલમાં ક્રેનથી વાહનને ખેંચીને આગ પર કન્ટ્રોલ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, સવારે 10 વાગ્યની આસપાસ આ ઘટના બની હતી.અંદર સાતથી આઠ લોકો ફસાયા હોવાની શક્યતા છે.
મોડાસા મામલતદારના કહેવા પ્રમાણે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હોઈ શકે છે. એક CNG ગાડી હોય તેવી પણ શક્યતા લાગી રહી છે. રિપાર્ટ્સ મુજબ, અકસ્માતમાં એક વ્યક્તિને બચાવી લેવાઇ હતી. જેને 108ની મદદથી હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. વાહનોની ટક્કર બાદ લાગેલી આગ એટલી ભયંકર હતી કે ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે. બે ટ્રક સામ સામે આવી રહ્યા હતા ત્યારે ત્રીજા ટ્રક ડ્રાઇવરે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માત થયાની આશંકા સેવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.