બોન્ડાડા એન્જિનિરયિંગનો આઈપીઓ 6 મહિના પહેલા 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંનપીના શેર 23 ફેબ્રુઆરીએ 900 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે કંપનીના શેર 1125 ટકા વધી ગયા છે. નવી દિલ્હીઃ બોન્ડાડા એન્જિનિયરિંગનો શેર 6 મહિનામાં મલ્ટીબેગર બની ગયો છે. બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 6 મહિના પહેલા 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર23 ફેબ્રુઆરી 2024ના 911.05 રૂપિયા પર બંધ થયા છે. બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)ના સ્ટોકે શુક્રવારે 52 સપ્તાહનો નવો હાઈ પણ બનાવ્યો અને 949.95 રૂપિયા સુધી પહોંચ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં ઈશ્યૂ પ્રાઇઝથી 1100 ટકાથી વધુનો ઉછાળ આવ્યો છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો લો 142.50 રૂપિયા છે.બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)નો આઈપીઓ 75 રૂપિયાની ફિક્સ્ડ પ્રાઇઝ પર આવ્યો હતો. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 18 ઓગસ્ટ 2023ના ખુલ્યો હતો અને 22 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ 2023ના 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં સતત તેજી આવી રહી છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 23 ફેબ્રુઆરીએ 911.05 રૂપિયા પર બંધ થયા છે. 75 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 1125 ટકા વધ્યા છે.112 ગણો સબ્સક્રાઇબ થયો હતો કંપનીનો આઈપીઓ
બોન્ડાડા એન્જિનિયરિંગો આઈપીઓ ટોટલ 112.28 ગણું સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 100.05 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો અન્ય કેટેગરીમાં 115.46 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. બોન્ડાડા એન્જિનિયરિંગની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. બોન્ડાડા એન્જિનિયરિંગ ટેલીકોમ એન્ડ સોલર એનર્જી ઈન્ડસ્ટ્રીમાં ઓપરેટ કરનારી કંપનીઓને ઈપીસી અને ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સની સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 63.33 ટકા છે. જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 36.67 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.