60 રુપિયાથી સસ્તો શેર ધમાકો મચાવવા તૈયાર, બ્રોકરેજ હાઉસે કહ્યું ચિંતા કર્યા વગર ખરીદવા મંડી જ પડો

IRB Infrastructure Developers Share Price: ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં કંપનીમાં પબ્લિક ભાગીદારી 65.61 ટકા હતી અને પ્રમોટરોનો ભાગ 34.39 ટકા હતો. BSE પર શેરનો 52 સપ્તાહનો હાઈ રૂ. 72 અને 52 સપ્તાહનો લો રૂ. 22.50 છે. સર્કિટની મર્યાદા 10 ટકા પર નિશ્ચિત છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 35.54 કરોડ છે.

06

નવી દિલ્હીઃ હાઈવેનું નિર્માણ કરતી કંપની IRB Infrastructure Developers Ltdના શેરોમાં 21 માર્ચના રોજ 10 ટકાની તેજી નોંધાઈ હતી. જણાવી દઈએ કે, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે શેરનું રેટિંગ અપગ્રેડ કરીને તેની આર ફેર વેલ્યુ વધારી દીધી છે, જેની અસર તેના શેરોમાં જોવા મળી છે. BSE પર IRB Infrastructure Developers શેર સવારે વધારા સાથે 54.88 રૂપિયા પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન શેર પાછલા બંધ ભાવથી લગભગ 10 ટકા ઉછળીને 59.25 રૂપિયાના હાઇને સ્પર્શ્યો હતો.

આ શેરનો 52 વીક હાઈ 71.95 રૂપિયા અને 52 વીક લો 22.56 રૂપિયા છે. કામોનીની માર્કેટ કેપ BSE પર 34808 કરોડ રૂપિયા પર છે. ગત એક વર્ષમાં શેરે 113 ટકાનું રિટર્ન આપ્યું છે.

IRB Infrastructure Developersનું રેટિંગઃ IRB Infrastructure Developers માટે કોટકના એનાલિસ્ટ્સે FY24-26 માટે અંદાજને 1થી 7 ટકા સુધી રિવાઇઝ કર્યા છે, જે મુખ્યત્વે પ્રાઇવેટ InvIT પ્રોજેક્ટ્સ માટે બ્રોકરેજના ચાર્જીસ અંદાજને એડજસ્ટ કરવાથી પ્રેરિત છે. બ્રોકરેજે કંપનીના શેરને ‘સેલ’માંથી ‘એડ’માં અપગ્રેડ કર્યા છે અને ફેર વેલ્યુ 60 રૂપિયાથી વધારીને 65 રૂપિયા કરી દીધી છે.

બ્રોકરેજે કહ્યું કે, NHAIનું ધ્યાન તેના દેવાના સ્તરના મેનેજમેન્ટ પર હોવાના કારણે રોડ સેક્ટરના એવોર્ડિંગ ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (TOT) અને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર થઇ ગઈ છે. IRB Infrastructure Developers પોતાની મજબૂત બેલેન્સ શીટ સાથે લાભ માટે સૌથી સારી સ્થતિમાં છે. કોટકે કહ્યું કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એવોર્ડિંગ ના BOT અને TOT મોડ માટે મોડલ કન્સેશન એગ્રીમેન્ટમાં રીવીઝન કર્યું છે, જે IRB Infrastructure Developers માટે સારો સંકેત છે. IRB Private InvIT પાસે 10 હાલના BOT એસેટ્સ અને તાજેતરમાં મળેલા 5 એસેટ્સનો પોર્ટફોલિયો છે.

શું કહે છે મોતીલાલ ઓસ્વાલ? – ઘરેલુ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલનું માનવું છે કે ઘણા પ્રકારના રોકાણકારો સાથે IRB Infrastructure પોતાના એસેટ બેઝને વિસ્તારવા માટે અને સતત વિકાસ પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ સ્થિતિમાં છે. બ્રોકરેજે કહ્યું કે, કંપનીને વધતા EPC અને O&M ઓર્ડર બુકથી ફાયદો થશે. મોતીલાલ ઓસ્વાલને આશા છે કે, IRBનું રેવન્યુ નાણાંકીય વર્ષ 2024-26માં 12% CAGRની ઝડપથી વધશે. બ્રોકરેજે 60 રૂપિયાના SoTP બેસ્ડ ટાર્ગેટ પ્રાઇસ સાથે સ્ટોક માટે પોતાની ‘ન્યુટ્રલ’ રેટિંગ યથાવત રાખ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.