સંકટના આ સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજની ફાળવણી માટે નાણામંત્રી નિર્મલા સિતારામન છેલ્લા ત્રણ દિવસથી દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરે છે. જે અંતર્ગત શુક્રવારે જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી તો તેમાં 65 વર્ષ જૂના કાયદામાં સંશોધન અને બદલાવની જાહેરાત કરી. ખેડૂતોને તેમની ખેતપેદાશોનું ઉચિત વળતર મળે તે માટે સરકારે એસેંશિયલ કમોડિટી એક્ટમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે અનાજ, ખાદ્ય તેલ, તલ, દાળ, બટાટા, ડૂંગળી જેવી ખેતપેદાશોને નિયંત્રણમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ બધી પેદાશોના બજાર ભાવમાં હવે સરકાર કોઇ હસ્તક્ષેપ કરશે નહીં.
સાડા છ દશક જૂના નિયમમાં બદલાવ બાદ આ વસ્તુઓ નિયંત્રણમુક્ત બનશે, ઉપરાંત તેના પર સ્ટોક લિમિટ પણ નહીં રહે. જેનો સીધો અર્થ એવો થઇ શકે કે આ બધી વસ્તુઓનું ખરીદ વેચાણ ખેડૂતો પોતાની રીતે ભાવ નક્કી કરીને કરી શકશે. જે કે સરકાર થોડા થોડા સમયે આ ભાવોની સમીક્ષા કરતી રહેશે. જો જરુર પડશે તો નિયમોને વધારે કડક બનાવવામાં આવશે. અત્યાર સુધી એસેંશિયલ કમોડિટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સાત વર્ષની સજા અને દંડ કરવામાં આવતો હતો.
નિર્મલા સિતારામને જણાવ્યું કે એસેંશિયલ કમોડિટી એક્ટને 1995ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. તે સમયે દેશમાં અનાજની તંગી હતી.જ્યારે વર્તમાન સમયે દેશના ખેડૂતોને તેમની પેદાશનું ઉચિત મૂલ્ય આપવું જરુરી છે. જેથી હવે આ બધી પેદાશોના ભાવને સરકાર નિયંત્રિત નહીં કરે. ખેડૂતો પોતાની રીતે નક્કી કરીને ખરીદ વેચાણ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.