મશહૂર અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ બોલીવૂડ શોકમાં ગરકાવ છે.
સ્વર કિન્નરી અને લીજેન્ડરી ગાયિકા લતા મંગેશકરે આવા દુખદ માહોલમાં એક જુની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેમાં 6 મહિનાના ઋષિ કપૂર લતાજીના ખોળામાં રમતા જોવા મળે છે.
લતાજીએ મુકેલી આ તસવીર સોશ્યલ મીડિયા પર લાગણીસભર માહોલ સર્જી રહી છે.સાથે સાથે લતાજીએ કહ્યુ હતુ કે, મારી પાસે દુખને વ્યકત કરવા માટે શબ્દો નથી. કેટલાક સમય પહેલા જ મને ઋષીજીએ આ તસવીર મોકલી હતી. બસ એ દિવસો અને એ વાતો યાદ આવી રહી છે. હું શબ્દહીન થઈ ગઈ છું.
લતાજીએ કહ્યુ હતુ કે, હું શું લખુ તે સમજમાં આવી રહ્યુ નથી.ઋષીજીના નિધનથી મને બહુ દુખ થઈ રહ્યુ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેમની વિદાયથી બહુ નુકસાન થયુ છે. આ દુખ સહન કરવુ મારા માટે મુશ્કેલ છે. ભગવાન તેમના આત્મને શાંતિ પ્રદાન કરે ..
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દર્દભર્યા સ્વરે લતાજીએ કહ્યુ હતુ કે, 67 વર્ષની ઉંમરે તો કોઈ દુનિયા છોડીને જતુ હશે?મારા માટે રૃષિજી મારા પોતાના પુત્ર સમાન હતા.મારા ખોળામાં તે રમ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.