જાફરાબાદના દુધાળા પાસે પોલીસ વાન પલટી ખાઈ જતા 7 આરોપી અને 2 પોલીસ કર્મી ઘાયલ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના ફાસરિયા ગામ નજીક જુગારધામ ચાલતું હોવાની બાતમી નાગેશ્રી પોલીસને મળી હતી. જેથી નાગેશ્રી પોલીસની ટીમે ફાસરિયા નજીક રેડ પાડી હતી. જેમાં પોલીસે 7 જેટલા આરોપીને દબોચી લીધા હતા.અને તમામ આરોપીઓને પોલીસની સરકારી ગાડીમાં બેસાડી નાગેશ્રી પોલીસ સ્ટેશને લઈ જવાતા હતા.

મધરાતે દુધાળા ગામ નજીક આ ગાડી પલટી મારી જતાં 2 પોલીસકર્મી અને 7 જેટલા આરોપીને નાના મોટી ઇજા થઈ હતી. આ તમામને 108 મારફતે રાજુલા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 1 પોલીસ કર્મીને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અને ઘટનાને લઈને ડી.વાય.એસ.પી સહિત સ્થાનિક આસપાસના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.