કેનેડા-અમેરિકાની બોર્ડર પર ઉત્તર ગુજરાત એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ પરિવારના સભ્યો જ્યારે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકા તરફ જઈ રહ્યા હતા તે સમયે ભારે હિમવર્ષાના કારણે આ પરિવારના સભ્યો માઈન્સ 35 ડીગ્રી ઠંડી વચ્ચે થીજી ગયા હતા. ઠંડીના કારણે પરિવારના ચારેય સભ્યોના મોત થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા મૃતદેહોની શોધખોળ કરવામાં આવી હતી અને ચાર કલાકની શોધખોળ બાદ ચાર લોકોના મૃતદેહ લોકો મળી આવ્યા હતા. તો બીજી તરફ હવે આ મામલે ખુલાસો સામે આવ્યો હતો. 11 લોકો અમેરિકામાં ગેરકાદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા. તે 11માંથી આ 4 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર 7 લોકોની અમેરિકન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે તમામ લોકો ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં ગુજરાતી લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલવા બાબતે કલોલના એક એજન્ટ અને તેના પેટા-એજન્ટનો રોલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.અને તેથી આ મામલે હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની એક ટીમ કલોલ પણ પહોંચી છે. પોલીસ દ્વારા જે શકમંદ એજન્ટની સામે કાર્યવાહી કરી છે તેની પાસેથી એક લેપટોપ પણ કબજે કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા જે 7 લોકો પકડાયા છે તેમાં મહેશ પટેલ, વર્શીલ ધોબી, અર્પિત પટેલ, પ્રિન્સકુમાર પટેલ, સુજીતકુમાર પટેલ, યશ પટેલ અને પ્રિયંકા ચૌધરીનો સમાવેશ થાય છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાણી તપાસ કરતી કેનેડાની પોલીસને પણ સ્ટીવ સેન્ડ નામના એક એજન્ટની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ઇસમ 7 ભારતીયોને ગેરકાદેસર રીતે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસાડી રહ્યો હતો.અને આ તમામ લોકો સ્ટુડન્ટ વિઝા પર ઘૂસણ ખોરી કરી રહ્યા હતા. તો બીજી તરફ આ ઘટનામાં કેનેડા પોલીસ માનવ તસ્કરીનું રેકેટ ચાલતું હોવાનું આશંકાને લઇને તપાસ કરી રહી છે.
આ ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે લોકો પકડાયા છે તે તમામ લોકો ગુજરાતી ભાષામાં વાત કરતા હતા અને ત્યારે આ બાબતે સ્નો હટાવી રહેલા એક ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડ સાથે તેનો ભેટો થયો હતો. ત્યારબાદ આ એજન્ટની ધરપકડ થઈ હતી. એવી પણ આશંકા છે કે, કેનેડાની બોર્ડર પાર કરી રહેલા લોકોને અમેરિકા તરફ કોઈ લેવા માટે આવી રહ્યું હતું. આ ગુજરાતીઓ કેનેડામાં ઉતર્યા બાદ સવા 11 કલાક સુધી ચાલ્યા હતા. ત્યારબાદ આ 4 લોકો લેકેશન પર આવી ગયા હતા. આ તમામ લોકોની પાસેથી કપડા, બાળકોના ડાયપર અને બાળકોને રમવાના રમકડા, દવા અને કપડા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.