ઉત્તરપ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક દુર્ઘટના બની હતી જેમાં 7 લોકોના મોત થયા હતા તો 2 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.અને આ ઘટના એક વેગનઆર કાર અને અન્ય વાહનની ટક્કરમાં બની હતી. ટક્કર બાદ વાહન ઘટના સ્થળેથી ફરાર થયું હોવાની માહિતિ છે.
ઘટના સમયે કારમાં 9 લોકો સવાર હતા જેમાં 3 મહિલા, 3 પુરુષ અને 3 બાળકો સામેલ હતા. જ્યારે વેગન આરમાં સવાર લોકો આગ્રાથી નોઈડા જઈ રહ્યા હતા ત્યારે નોહઝીલ ક્ષેત્રમાં માઈલ સ્ટોન 68 પર આ ઘટના બની હતી. અને ઘટનાની સૂચના મળતાં જ પોલિસ સ્થળ પર પહોંચી હતી. હાલમાં પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે.
પીએમ મોદીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વિટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. PMOની તરફથી લખાયું છે કે ઉત્તરપ્રદેશના મથુરામાં થયેલી એક સડક દુર્ઘટના હ્રદયદ્વાવક છે. આ ઘટનામાં જેઓએ તેમના પ્રિયજનોને ખોવ્યા છે અને તેમને માટે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. આ સાથે ઘાયલ વ્યક્તિઓના જલ્દી સાજા થવાની કામના કરું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.