7 રુપિયાના શેરનો તરખાટ ખરીદવા પડાપડી! રોજ લગાવી રહ્યો છે સર્કિટ પર સર્કિટ, એક સમયે હતો 40 પૈસા ભાવ

Penny stock to buy: શેરબજારની ઉથલપાથલ વચ્ચે એક પેની સ્ટોક એવો છે જેણે છેલ્લા 8 વર્ષમાં જમીનથી આસમાન સુધીની સફર કરી છે. 2028માં આ શેરની કિંમત 1 રપિયા હતી. જે બાદ તે તૂટીને 40 પૈસા થયો હતો અને પછી 2023 જૂન સુધીમાં તે ઉછળીને 15 રુપિયા પહોંચી ગયો હતો.

નવી દિલ્હીઃ રોકાણકારો હંમેશા એવા શેરની શોધમાં રહેતાં હોય છે જેમાં તેઓ ઓછા રોકાણમાં લાખોપતિ અને કરોડપતિ બની જાય. જોકે લાર્જ કેપ અને મિડકેપમાં આવું થવું બહું શક્ય નથી તેમાં લાંબાગાળે તમને સારું રિટર્ન મળી શકે છે પરંતુ તમે રાતોરાત લાખોપતિ બની શકતાં નથી. જ્યારે તેની સામે સ્મોલકેપ અને પેની સ્ટોક્સમાં તમે ખૂબ જ ઓછા સમયમાં લાખોપતિ કરોડપતિ બની જાવ છો. આ સાથે આ શેરમાં જોખમ પણ તટેલું જ વધારે રહેલું છે. જેમાં તમે રોડ પર પણ આવી જાવ છો. પેની સ્ટોક્સમાં લોકોના રસનું કારણ તેની ઓછી કિંમત છે.

પાછલા કેટલાક વર્ષોની વાત કરીએ તો પેની સ્ટોકે રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે. અનેક શેર 2 રુપિયાથી વધીને 30-40 રુપિયા સુધી પહોંચી ગયા છે. તેવામાં હાલ શેરબજારમાં એક પેની સ્ટોક્સ નાના મોટા તમામ રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. પાછલા એક સપ્તાહની જ વાત કરીએ તો આ શેરમાં 40 ટકા રિટર્ન મળ્યું છે. 21 અને 22 માર્ચ બે જ દિવસમાં આ શેર 18 ટકા વધ્યો છે.

ખાસ વાત એ છે કે ઘણા દિવસોના ઘટાડા બાદ કેન્વી જ્વેલ્સ લિમિટેડના શેરમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેર 22 માર્ચે રૂ.7.19ના સ્તરે બંધ થયો હતો. ગયા વર્ષે જૂનમાં આ કંપનીના શેરે રૂ. 15.70ની ઊંચી સપાટી બનાવી હતી. ચાલો તમને જણાવીએ કે આ કંપની કયો બિઝનેસ કરે છે.

કંપની બિઝનેસ મોડલઃ આ કંપની સોના અને સોનાના દાગીનામાં વેપાર કરે છે. કંપની જ્વેલરીના ઉત્પાદની સાથે સાથે જથ્થાબંધ અને છૂટક વેચાણનો વ્યવસાય કરે છે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, 64.72 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે, જ્યારે પબ્લિક પાસે 35 ટકા હિસ્સો છે.

15 ગણા કર્યા રુપિયાઃ કેન્વી જ્વેલ્સ લિમિટેડના શેર્સ 2018 માં 1 રૂપિયાના સ્તરે ટ્રેડ થતા હતા. જે બાદ ઘટાડાથી આ શેર 0.40 પૈસા પર પહોંચી ગયા હતા. ત્યાર પછી તેમાં તેજીનો રાઉન્ડ શરુ થયો અને જૂન 2023માં કંપનીના શેર રૂ. 15ના સ્તરને સ્પર્શી ગયા હતા. જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો કેન્વી જ્વેલ્સ લિમિટેડના શેરે 8 વર્ષમાં રોકાણકારોના નાણાંમાં 15 ગણો વધારો કર્યો હતો. એટલે કે 1 લાખનું રોકાણ 15 લાખ રુપિયા બની ગયું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.