ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો છે ત્યારે રાજયમાં 29 ડિસેમ્બરના રોજ 548 કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં સાડા છ મહિના બાદ 500 કરતા વધુ કરતા કેસ નોંધાયા છે. તો 29 ડિસેમ્બરના 19 ઓમીક્રોનના કેસ સામે આવ્યા હતા. જેમાં 8 કેસ અમદાવાદમાં અને 6 કેસ સુરતમાં, આણંદ 2 કેસ અને વડોદરામાં 3 કેસ ઓમીક્રોનમાં સામે આવ્યા છે. કોરોનાના કેસ 500 કરતા વધુ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 548 નવા કેસ સામે આવ્યા છે. હવે તો સ્કૂલો અને કોલેજોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફક્ત સુરતમાં જ 6 સ્કૂલના 7 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સુરત મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે, સુરતની એસ.ડી.જૈન સ્કૂલના 2 બાળકો પોઝિટિવ આવ્યા છે. લૂર્ડઝ કોન્વેન્ટમાં 1 બાળક, શ્રીશ્રી રવિશંકર સ્કૂલમાં 1 બાળક, એલ.પી,સવાણીમાં 1 બાળક, જે.એચ.અંબાણી સ્કૂલમાં 1 બાળક અને અગ્રવાલ વિદ્યાવિહાર સંકૂલમાં 1 બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે. પાલિકાએ જણાવ્યું કે, આ તમામ શાળાને 7 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલા બાળકોના કોન્ટેક્ટમાં આવેલા લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
કોરોનાના કેસ સતત વધતા હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. 548 કેસમાંથી અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે. સુરતમાં નવા 72, તો વડોદરામાં નવા 34 કેસ નોંધાયા છે. રાજકોટમાં નવા 20 અને ભાવનગરમાં નવા 5 કેસ સામે આવ્યા છે. 29 ડિસેમ્બરના રોજ 65 જેટલા દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થઇ રહ્યા છે અને એક દર્દીનું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.