સુરતની એક 7 વર્ષની માસૂમ બાળકીએ કોણી પર બેલેન્સ રાખીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ પોતાના નામે કરી દીધો છે. તેની આ સિધ્ધી ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડસમાં નોંધાઇ છે. આ નાનકડી બાળકીના ટેલન્ટે સુરતની સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પોતાની દિકરીમાં આવું અદભૂત ટેલન્ટ છે એ વાતની માતા-પિતાને ખબર જ નહોતી, ટાયકોન્ડોના કલાસ ટીચરે જયારે માહિતી આપી ત્યારે ખબર પડી. હવે આ બાળકીના પિતા 4 કલાક અને 19 મિનિટનો વર્લ્ડ રેર્કડ તોડવા માટે દિકરી પાસે મહેનત કરાવી રહ્યા છે. આ ટેલેન્ટને Plank Pose કહેવામાં આવે છે.
સુરતમાં એક ડાઇંગ મીલમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતા અને ગુજરાન ચલાવે છે રાજ જાધવની 7 વર્ષની પુત્રી જાનવી હજુ ઉધનાની એક શાળામાં જુનિયર કે,જી.માં ભણે છે. રાજ જાધવના પત્ની ટ્રાફીક બ્રિગ્રેડ તરીકે સેવા આપે છે. જાનવીની સિધ્ધીના વાત કરતા રાજ જાધવે કહ્યુ હતું કે અમે જાનવીને ટાયકોન્ડાના કલાસમાં મુકી છે, ત્યાં એક વખત ર્સ્પધામાં 41 મિનિટ સુધી કોણી પર બેલેન્સ રાખીને કસરત કરી હતી. 7 વર્ષની બાળકીની આવી ક્ષમતા જોઇને કલાસ ટીચર અચંબામાં મુકાઇ ગયા હતા અને તેમણે મને વાત કરી હતી.
રાજ જાધવે કહ્યું કે અમે તો આ વાત સાંભળીને ખુશીથી ઉછળી પડયા હતા, કલાસ ટીચરે કહ્યું કે જો તમે જાનવીને મોટીવેટ કરશો તો તે રેકર્ડ બનાવી શકે તેમ છે, કલાસ અને ઘરે મહેનત કરાવવી પડશે. અમે તૈયારી શરૂ કરી અને 1 મહિનાની મહેનત પછી જાનવીએ 1 કલાક અને 1 મિનિટ સુધી Plank Poseની કસરત કરી હતી. આ વાત અમે ઇન્ડિયા બૂક ઓફ રેકડર્સને જાણ કરી હતી. કોરોનાને કારણે તેઓ સુરત આવી શકે તેમ નહોતા, એટલે અમારી પાસેથી એડીટ વગરના વીડિયો અને ફોટોઝ વેરિફિકેશન માટે મંગવવામાં આવ્યા હતા. 14 દિવસ પછી ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકડર્ઝ તરફથી પુરા વેરિફિકેશન પછી જાનવીનો રેકર્ડ અંકિત કરવામાં આવ્યો હતો અને તેના નામનું સર્ટિફેકેટ, મેડલ વગેરે અમારા ઘરે મોકલી આપ્યું હતું.
જાનવીના પિતાએ કહ્યું કે જાનવીના ટેલેન્ટને ઓળખ્યા પછી અમે તે વર્લ્ડ રેકર્ડ બનાવે તેના માટેના પ્રયાસ શરૂ કર્યા છે. અમારી જાણ મુજબ 4 કલાક અને 19 મિનિટનો રેકર્ડ એક 25 વર્ષની યુવતીના નામે છે. જાનવી અત્યાર સુધી 2. 50 મિનિટ સુધી તો Plank Pose કરી શકે છે હવે 1.50 કલાક જ દુર છે પણ અમને આશા છે કે જાનવી વર્લ્ડ રેકર્ડ પણ બ્રેક કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.