વડોદરામાં મહિલાની છેડતી કરનારા 70 રોમિયોની પોલીસે કરી ધરપકડ ..

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ત્યારે શહેર પોલીસની શી ટીમ દ્વારા આવા બનાવોને રોકવા માટે કોઈના ૭૦ જેટલા કેસો કરી 70 યુવકની અટકાયત કરી હતી

કોરોના કાળ બાદ નાના બાળકોથી લઈને મોટેરાંઓ પણ મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા હોય છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે જતી અથવા તો સોસાયટીઓ બહાર રોમિયો દ્વારા યુવતીઓની છેડતી અથવા મશ્કરીના બનાવો સતત વધી રહ્યા છે. આવા કિસ્સામાં યુવતીઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે પરંતુ ભોગ બનનાર યુવતી જ્યારે ફરિયાદ નહીં કરે ત્યારે આવા યુવકો ને છૂટો દોર મળી જતો હોય છે જે અંગે નિયંત્રણ લાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર અને પોલીસની શી ટીમ આગળ આવી છે અને રોમિયોગીરી કરતા રોમિયોને પકડવા માટે કમર કસી છે. અને હાલમાં શી ટીમના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના તમામ પોલીસ મથકોમાં સી ટીમ કાર્યરત કરવામાં આવી છે જે સિટીમાં કાર્યરત મહિલા કોન્સ્ટેબલ રોમિયો ને પકડવા માટે અલગ અલગ જગ્યાએ સિવિલ ડ્રેસ માં ફરે છે અને કોઈ રોમિયો તેની છેડતી અથવા તો મસ્તી કરે તેવા સંજોગોમાં તાત્કાલિક અટકાયત કરી દેવામાં આવે છે.

જેમાં અત્યાર સુધીમાં વડોદરા શહેરની સી ટીમે દીકરીના 70 કેસ દાખલ કરી યુવકની અટકાયત કરી હતી અને સાથે સાથે ડીવાયએસપી રાધિકા ભરાઈ એ તમામ યુવતીઓ અને અપીલ કરી છે કે જો આ બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યા અને ફરિયાદ કરે જેથી આવા છેડતી અને મશ્કરી કરનાર યુવકની સામે કાયદેસરના પગલાં ભરી શકાય.

વડોદરા પોલીસની મહિલા સેલની ટીમ દ્વારા ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 70 રોમિયોને ઝડપી લીધા હોવાનુ જણાવવામાં આવ્યું છે.અને જ્યારે લક્ષ્મીપુરામાં-3,પાણીગેટ-8, કારેલીબાગ-5, ફતેગંજ-6, નવાપુરા-5, રાવપુરા-4, વારસીયા-6, જે.પી.રોડ-8, નંદેસરી-1, સયાજીગંજ-4, ગોરવા-4, સિટી-4, હરણી-4, બાપોદ-2, માંજલપુર-2, ગોત્રી-1, છાણી-2, વાડી-1 માં અટકાયત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.