બેન્કો સાથે રૂપિયા ૭૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના ૩૫ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ મંગળવારે ગુજરાત સહિત ૧૪ રાજ્યોના ૧૬૯ ઠેકાણાઓ પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
સીબીઆઇના અધિકારીઓની ૧૭૦ જેટલી ટીમોએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, આંધ્ર બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, અલ્હાબાદ બેન્ક, કેનેરા બેન્ક, દેના બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સાથે થયેલી છેતરપિંડીના કેસોમાં મંગળવારે સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
સીબીઆઇએ જણાવ્યું હતું કે, ગુજરાત, આંધ્રપ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દાદરા નગર હવેલીમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સીબીઆઇના મુખ્યમથક ખાતે સિનિયર અધિકારીઓની બેઠકમાં મંગળવાર સવારથી જ દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવાના ઓપરેશનને અંતિમ સ્વરૂપ અપાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.