આઝાદીનાં 75 વર્ષના ઉપલક્ષ્યમાં અમૃત મહોત્સવ નિમિત્તે ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત 45 દિવસમાં 75 કરોડ સૂર્ય નમસ્કાર દેશવાસીઓ દ્વારા કરીને વિક્રમ સ્થાપવા માટેનું આયોજન હાથ ધરાયું છે, જે અંગે 1 જાન્યુઆરીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને જેમાં પહેલા જ દિવસે વડોદરાના 1.25 લાખ લોકો સહિત દેશમાં 8 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
દેશમાં પહેલા જ દિવસે 89 લાખ સૂર્ય નમસ્કાર થયાની માહિતી ડો. સોનાલી માલવિયાએ આપી હતી તો 7 ફેબ્રુઆરી સુધી 45 દિવસમાં ગમે ત્યારે 75 કરોડ સૂર્ય નમસ્કાર કરીને આ વિક્રમ નાગરિકો દ્વારા કરાશે અને આ વિક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવનાર કોઈપણ વ્યક્તિ 21 દિવસમાં રોજ 13 સૂર્ય નમસ્કાર કરે તો પણ વિક્રમ થઈ જાય તેવું ગણિત મુકાયું છે જેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભારત સરકારના આયુષ મંત્રાલય શિક્ષણ વિભાગ અને અનેક અન્ય સંસ્થાઓ દ્વારા આ ભાગ લેવામાં આવી રહ્યો છે.
વડોદરા અને ગુજરાતમાં થઇ રહેલા રજિસ્ટ્રેશનનો આંક પહેલે દિવસે મોટી સંખ્યામાં જણાતાં ભારતના વિશ્વ વિક્રમ કદાચ ગુજરાત દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે અને વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર પહેલી વખત થવા જઈ રહ્યા છે. સૂર્ય નમસ્કારથી આખા શરીરને ઊર્જાશક્તિ મળે છે, શરીર બેલેન્સ થાય છે.
રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિએ જે દિવસે સૂર્ય નમસ્કાર કરે તે દિવસે ઓનલાઈન રજિસ્ટ્રેશનની લિંક પર કૅલેન્ડર ખૂલશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. તેથી તે દિવસે તેમણે સૂર્ય નમસ્કાર કર્યા છે તેવું ખબર પડશે. તેમણે તે દિવસનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. જેથી સૂર્ય નમસ્કાર વાસ્તવમાં થયા છે તેની ખાતરી સાથે કાઉન્ટિંગ થઈ શકે.
સૂર્ય નમસ્કાર માટે 3 કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વ્યક્તિગત ગ્રૂપના સભ્યો દ્વારા તેમજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. દરેક રજિસ્ટ્રેશન મુજબ વીડિયો અને ગણતરી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.