સરકારી હોસ્પિટલોમાં 78 ટકા બેડ ખાલી પડયા.

અમદાવાદમાં કોરોનાનો કારમો કેર એપ્રિલ મહિનામાં જે રોકેટ ગતિથી વધ્યો હતો, એ જ ગતિથી મેમાં ઘટાડો ચાલુ થયો છે. 25મી એપ્રિલે સૌથી વધુ મ્યુનિ.ની હદમાં 5790 કેસો નોંધાયા હતા, તેની સામે મે મહિનાની 25મીએ 491 કેસો નોંધાયા છે.હાલ ઘટીને આંકડો 280ની આસપાસ થઇ ગયો છે. દરમ્યાનમાં મ્યુનિ.એ 171થી વધુ હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે નક્કી કરી હતી તે ઘટાડીને 165 કરાઇ છે. 6565થી વધુ બેડ હતા તે ઘટાડીને 5393 કરાયા છે.

ખાનગી હોસ્પિટલોના હાલના 5393 બેડમાંથી માત્ર 19 ટકામાં જ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, જ્યારે 81 ટકા બેડ ખાલી પડયા છે. જ્યારે મ્યુનિ. અને સરકારી હોસ્પિટલોના 8569 બેડમાંથી 22 ટકામાં દર્દીઓ દાખલ છે, 78 ટકા બેડ ખાલી છે.એક્ટિવ – સારવાર હેઠળના દર્દીઓ 27000 સુધી પહોંચી ગયા હતા તે ઘટીને હવે 6852 થયા છે. ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુના 329 બેડમાં દર્દીઓ છે જ્યારે 545 બેડ ખાલી છે. જ્યારે વેન્ટીલેટર બેડમાં 231માં દર્દીઓ છે, 150 ખાલી થયા છે.

દરમ્યાનમાં સરકાર અને મ્યુનિ.એ બીજી લહેરની તૈયારીમાં થાપ ખાધી હતી. ધાર્યા કરતાં વધુ ઘાતક લહેર આવતા અનેક દર્દીઓના ઓક્સિજનના અભાવે જ મૃત્યુ થયા હતા. લોકોમાં આ મુદ્દે પારાવાર રોષ પેદા થયો છે. તેમાંથી પદાર્થપાઠ લઇને ત્રીજી લહેરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે ત્રીજી લહેર ક્યારે આવશે તે અંગે નિષ્ણાતો અને ડોકટરોમાં જુદા જુદા મતો છે.ઉપરાંત અમુક ડોકટરોના મતે કોરોના વિરોધી વેક્સિનેશનની કામગીરી ઝડપી કરવામાં આવે અને અમુક લોકોમાં કુદરતી રીતે હર્ડ-ઈમ્યુનિટી આવી ગઇ હશે તો ત્રીજી લહેરની અસર બહુ ઘાતક નહીં હોય. તેમજ બાળકોને શિકાર બનાવશે તે બાબતમાં પણ જુદા જુદા મતો પ્રવર્તે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.