78 રસી તૈયાર થઈ રહી છે, પાંચ વેક્સિનના મનુષ્ય પર પ્રયોગો શરૂ

 વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માહિતી રજૂ કરી

 

વિશ્વભરમાં કુલ મળીને કોરોનાની ૭૮રસી બની રહી છે, જે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન માન્ય છે. આ પૈકીની પાંચ રસી હ્યુમન ટ્રાયલ એટલે કે મનુષ્ય પર પ્રયોગોના તબક્કામાં પહોંચી છે. વાઈરસની રસી શોધવા જગતભરમાં પ્રયોગો ચાલી રહ્યા છે. તેેમાંથી કઈ રસી ઉપયોગી થશે એ અત્યારે ખબર નથી, માટે દરેક રસી પર સંશોધન કાર્ય ચાલુ રખાયું છે.

રસી તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી અટપટી અને લાંબી છે. પરંતુ અત્યારે કોરોનાની વૈશ્વિક ગંભીરતા ધ્યાને લઈને પ્રક્રિયાને થોડી સરળ કરી દેવાઈ છે. તો પણ રસી તૈયાર થવામાં અમુક મહિના તો લાગવાના જ છે. અલબત્ત, હોંગકોંગ અને ચીનની મેડિકલ ઈન્સ્ટિટયૂટોએ પહેલાથી રસીની તૈયારી શરૂ કરી હતી. માટે તેમની રસી પ્રક્રિયા એડવાન્સ સ્ટેજમાં પહોંચી છે. સામાન્ય સંજોગોમાં રસી તૈયાર થવાની પ્રક્રિયા દસથી પંદર વર્ષે પુરી થતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.