8 પાસ પોતાને IPS બતાવી ઇન્સ્ટા પર બનાવ્યા 20 હજાર ફોલોઅર્સ અને મહિલાઓને ફસાવી,પોલીસે કરી ધરપકડ

મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી વિકાસ ગૌતમ માત્ર 8 ધોરણ જ પાસ છે. પરંતુ તે પોતાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરમાંથી પાસઆઉટ કહેતો હતો અને પોતાને ઉત્તર પ્રદેશ કેડરનો ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઓફિસર ગણાવતો હતો અને આ રીતે તે સોશિયલ મીડિયા દ્વારા ખાસ કરીને મહિલાઓને ફસાવતો હતો. પછી છેતરપિંડીની ઘટનાને અંજામ આપતો હતો અને આરોપી ગૌતમ વિરુદ્ધ UP અને ગ્વાલિયરમાં આ પ્રકારની છેતરપિંડીના કેટલાક કેસ નોંધાયેલા છે.

હવે પોતાને IIT કાનપુરમાંથી પાસઆઉટ હોવાનો દાવો કરનાર વિકાસ ગૌતમે પોતાને IPS ઓફિસર બતાવીને આઉટર દિલ્હીની સંજય ગાંધી હોસ્પિટલની એક ડૉક્ટર પાસેથી પોતાનો રૂઆબ બતાવીને 25 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગે મહિલા તબીબે પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ કેસની તપાસ દરમિયાન પોલીસે વિકાસ ગૌતમની ધરપકડ કરી હતી.

વિકાસ ગૌતમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વિકાસ યાદવ IPSના નામે ફેક પ્રોફાઈલ બનાવી હતી અને કહેવા માટે તો વિકાસ ગૌતમે માત્ર 8માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માંથી વેલ્ડીંગ કરવાની તાલીમ લીધી છે.

8મી સુધી અભ્યાસ કર્યા બાદ વિકાસ ગૌતમ દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં તેણે એક રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાનીના આ વિસ્તારમાં મોટાભાગે સિવિલ સર્વિસીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આવતા હતા અને જેઓ ખ્યાતિ પ્રાપ્ત કોચિંગ સેન્ટરોમાં અભ્યાસ કરતા હતા.

જ્યારે, અમે તમને જણાવી દઈએ કે, હાલના વર્ષોમાં, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષામાં સફળ થયેલા મોટાભાગના ઉમેદવારોની પૃષ્ઠભૂમિ એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રો સાથે જોડાયેલી હોય છે અને વિકાસ ગૌતમને અહીંથી વિચાર આવ્યો અને તેણે પોતાને IIT કાનપુરમાંથી પાસઆઉટ કહેવાનું શરૂ કર્યું.

ત્યાર પછી, તેણે પોતાને 2021 બેચના IPS હોવાનું બતાવીને સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવી અને છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. આઉટર દિલ્હીના સાયબર સેલે વિકાસ ગૌતમની ધરપકડ કરી છે અને આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.