પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 80 થી 90 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો છે. આ ડ્રગ્સના જથ્થાની કિંમત રૂ.450 કરોડ જેટલી આંકવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આ કન્સાઇન્મેન્ટ ડિસેમ્બર મહિનાથી પડયું હતું તેમ છતાં કોઈ પણ એજન્સીને ધ્યાન પર આવ્યું ન હતું. ડ્રગ્સ માફિયાઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ડ્રગ્સની સ્મેલ ન આવે તે માટે તેના પેકિંગ ઉપર પેટ્રોલ નાખ્યું હતું. આ ઉપરાંત આ વખતે નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી છે, જેમાં માફિયાઓએ સૂતળીના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવ્યું હતું.અને તેમણે પતંગની દોરીને કલર પીવડાવે તેવી જ રીતે સૂતળી પર ડ્રગ્સનો ઢોળ ચડાવ્યો હતો. આશરે 350 કિલો જેટલા સૂતળીમાં આ ડ્રગ્સનો ઢોળ ચડાવાયો હતો.
આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફ્રન્સ સંબોધીને જણાવ્યું હતું કે, 102 kfલો હેરોઈન અટારી ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યું હતું, આજ આરોપીના ગુજરાત કનેક્શનમાં પીપાવાવ પોર્ટ પર ૫ મહિના પહેલા કન્ટેનર આવ્યું હતું.અને જેમાં 350 કિલો સુતળી હતી, જેમાં લિક્વિડ ફોર્મમાં હેરોઈન આવ્યું હતું. કન્ટેનરમાંથી 80 થી 90 કિલો હેરોઈન મળ્યું છે, જેની કિંમત 450 કરોડ રૂપિયા જેટલી થાય છે. 7 દિવસમાં 436 કિલો હેરોઈન જપ્ત થયું છે, જેની કિંમત 2180 કરોડ રૂપિયા જેટલી થાય છે.
આ યાર્નનું કન્ટેનર સાદુ હોવાને બદલે રિફર કોલ્ડ સ્ટોરેજવાળું કન્ટેનર છે અને તેથી તે શંકાના દાયરામાં આવી ગયેલ છે. હાલ તો FSL ટીમને ઘટનાસ્થળે બોલાવીને કન્ટેનરની અંદર રહેલા યાર્નનું સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલ્યું છે. પરંતુ એજન્સીઓને સૌથી પહેલી શંકા આ કન્ટેઈનર રિફર કોલ્ડ સ્ટોરેજવાળું હોવાને કારણે જ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.