80 વર્ષના દાદીએ ગંગા નદીમાં લગાવી છલાંગ,આ સ્ટંટ જોઈને શ્રદ્ધાળુઓ ચોંકી ઉઠ્યા…

હરિદ્વારમાં ગંગા નદીમાં છલાંગ લગાવતો વૃદ્ધાનો વીડિયો ઈન્ટરનેટમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વૃદ્ધા હરિયાણાની છે. જો કે, પોલીસને આ અંગે અત્યાર સુધી કોઈ જાણકારી મળી નથી. ગરમીની મોસમમાં હરિદ્વારના ગંગા ઘાટ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ હોય છે. ચારધામ પર યાત્રા જનારા શ્રદ્ધાળુઓ સિવાય ગરમીમાં રજા ગાળવા માટે પર્યટકો અનેક રાજ્યોમાંથી હરિદ્વાર પહોંચી રહ્યાં છે.

હર કી પૌડી સહિત અન્ય ગંગા ઘાટ પર મોટી સંખ્યામાં યુવાનો પુલ પરથી છલાંગ લગાવે છે. પોલીસ આવા યુવાઓ પરમિશન મર્યાદા હેઠળ કાર્યવાહી પણ કરી રહી છે. આ દરમ્યાન હર કી પૌડી બ્રહ્મકુંડ પર પુલમાંથી છલાંગ લગાવતી એક વૃદ્ધાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. વૃદ્ધ મહિલાની ઉંમર અંદાજે 80 વર્ષની જણાવવામાં આવી છે અને આ વીડિયોમાં વૃદ્ધા પુલ પર ચઢીને નીચે ગંગામાં છલાંગ લગાવે છે અને યુવાનોની જેમ તરીને થોડે દૂર ગયા બાદ બહાર નિકળી જાય છે.ઈન્ટરનેટ પર યુઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને કેટલાંક લોકો વૃદ્ધાના આ આશ્ચર્યજનક પરાક્રમના વખાણ કરી રહ્યાં છે અને તેની ફિટનેસની દાદ આપી રહ્યાં છે. જ્યારે અમુક જીવન સાથે ખિલવાડ જણાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.