સસ્તા અનાજની દુકાનનો ૮૦૦ કીલો ઘઉંનો જથ્થો કોણ ચાઉં કરી ગયું!.

પોરબંદર શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને નબળી ગુણવત્તાવાળો અનાજનો જથ્થો આપવામાં આવે છે તેવી અગાઉ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પરંતુ પોરબંદર શહેરના નાગરવાડા અને સલાટવાડાની સસ્તા અનાજની બન્ને દુકાનો વચ્ચે ઘઉંના જથ્થાને લઇને વિવાદ થયો છે. પોરબંદર શહેરના નાગરવાડાના સેન્ટરમાં ૪પ૦ જેટલા ગ્રાહકો સસ્તા અનાજની દુકાનેથી અનાજનો જથ્થો મેળવે છે. પરંતુ ચાલુ સપ્ટેમ્બર માસમાં પ૦થી ૭૦ ગ્રાહકને ઘઉંનો જથ્થો ન મળતા ગ્રાહકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા દરેક જિલ્લામાં ગરીબ પરિવારો માટે અનાજનો જથ્થો મોકલવામાં આવે છે. જે જથ્થો ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવામાં આવે છે. ઘઉં, ચોખા, મીઠુ, દાળ, ખાંડ વગેરે જેવો જથ્થો નિયત કરેલ જથ્થા મુજબ આપવામાં આવે છે.

News Detail

પોરબંદર શહેરના નાગરવાડા વિસ્તારના સસ્તા અનાજના દુકાન ધારક ઘઉં ન આપતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. દુકાન ધારક એવું કહે છે કે ઉપરથી જથ્થો ઓછો આપ્યો છે. પરંતુ કોમ્પ્યુટરમાં ઓનલાઇન ૮૦૦ કીલો ઘઉંનો જથ્થો બતાવે છે તે ક્યાં ગયો. આ ઘઉંના જથ્થાને લઇને મામલદાર તેમજ પૂરવઠા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરાવે અને નાગરીકોને બાકી રહેલો જથ્થો આપવા માગ ઉઠી.
પોરબંદર શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને નબળી ગુણવત્તાવાળો અનાજનો જથ્થો આપવામાં આવે છે તેવી અગાઉ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પરંતુ પોરબંદર શહેરના નાગરવાડા અને સલાટવાડાની સસ્તા અનાજની બન્ને દુકાનો વચ્ચે ઘઉંના જથ્થાને લઇને વિવાદ થયો છે. પોરબંદર શહેરના નાગરવાડાના સેન્ટરમાં ૪પ૦ જેટલા ગ્રાહકો સસ્તા અનાજની દુકાનેથી અનાજનો જથ્થો મેળવે છે. પરંતુ ચાલુ સપ્ટેમ્બર માસમાં પ૦થી ૭૦ ગ્રાહકને ઘઉંનો જથ્થો ન મળતા ગ્રાહકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા દરેક જિલ્લામાં ગરીબ પરિવારો માટે અનાજનો જથ્થો મોકલવામાં આવે છે. જે જથ્થો ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવામાં આવે છે. ઘઉં, ચોખા, મીઠુ, દાળ, ખાંડ વગેરે જેવો જથ્થો નિયત કરેલ જથ્થા મુજબ આપવામાં આવે છે. પરંતુ કેટલાક દુકાનદારો આ જથ્થો ગરીબો સુધી નહીં પરંતુ પોતાની કમાણી માટે બહાર વહેંચી દે છે તેવા સમાચારો પણ સાંભળવા મળે છે.
ગરીબ પરિવારો માટે સરકારે અત્યોદય તથા અન્ય પીએમજેએવાય તેમજ અન્ય યોજના હેઠળ વ્યક્તિદીઠ અનાજનો જથ્થો આપવામાં આવે છે. પરંતુ કેટલાક દુકાનદારોની નજર પણ આવા ગરીબ પરિવારોના અનાજના જથ્થા પર જાતી હોય છે. ગરીબ પરિવાર સુધી અનાજ પહોંચે નહીં તે માટે અલગ અલગ બહાના બનાવવામાં આવતા હોય છે. પોરબંદર શહેરની નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રતિક મોનાણીની દુકાનમાં ઓનલાઇન ૮૦૦ કીલો ઘઉંનો જથ્થો બતાવે છે પરંતુ તેના સ્ટોકમાં નથી. તો ૮૦૦ કીલો ઘઉંનો જથ્થો કોણ ચાંઉ કરી ગયું તેવા વ્યાપક સવાલો ઉઠી રહ્યાં છે. મામલતદાર દ્વારા નાગરવાડાની સસ્તા અનાજની દુકાનના જથ્થાનો જે વિવાદ છે તેની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી લોક માગ થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.