કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા કાનૂનને બદલવાની તૈયારીમાં છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પણ મોદી સરકારે આ બિલ ઉપર આગળ વધવા માટે મક્કમતા દર્શાવી છે. કોંગ્રેસ, ટીએમસી સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ આ બિલનો વિરોધ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બિલને પાસ કરાવવા માટે પોતાના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યું છે.
અમિત શાહે વાત કરી કે કોગ્રેસનાં કારણે દેશમાં ધર્મના નામે ભાગલા પડ્યા અને આજે આ બિલ રજુ કરવાની ફરજ પડી છે. જો કોગ્રેસે આવું ન કર્યું હોત તો આ દિવસો જ ન આવ્યા હોત. આવી વાતો વચ્ચે બબાલ એટલી વધી ગઈ કે હવે બિલ રજુ કરવા સમયે વોટિંગ કરવું પડશે. વોટિંગમા જે નિર્ણય આવશે એ જોવાનું રહ્યું!
લોકસભામાં નાગરિકતા બિલ રજુ કરાવામા આવ્યું. રજુ કરવા માટે જે વોટિંગ કરવામાં આવ્યું એમા 293 તરફેણમાં અને 82 વિરોધમાં વોટ પડ્યા છે. લોકસભામાં કુલ 375 સાંસદોએ મત આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.