ભારતમાં ડ્રગ્સ ઘૂસડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જમ્મુ-કાશમીર પંજાબ બાદ હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠાને ટ્રન્ઝિન્ટ પોઇન્ટ તરીકે ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડી રહ્યા છે.અને દેશવિરોધી તત્વો દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી લાખો રૂપિયા ખંખેરી અંધાણી કમાણી કરી રહ્યા છ દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક મોટા પ્રમાણમાં પથરાયેલો હોવાથી મોટી માત્ર વિદેશમાંથી ડ્રગ્સ ઘૂસડવામાં આવી રહ્યો છે.
ફરી ગુજરાતની સુરક્ષા એજન્સીઓ ગુજરાત એ. ટી.એસ અને દરિયાકાંઠાની સુરક્ષા કરતી ઇન્ડિયન કોસ્ટગાર્ડની સઘનતાના પગલે કરોડો રૂપિયાનો હેરોઇન ઘૂસડવાનો કાવતરૂ નિષ્ફળ નિવડ્યો છે ઇન્ડિયન કોસ્ટગોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પાકિસ્તાની બોટ અલ હજ શંકાસ્પદ હાલતમાં ભારત-પાકિસ્તાનની સીમાએથી મળી આવી હતી જેને લઇ બોટમાં તાલશી લેતા હેરોઇનો મોટો જથ્થો સહિત 9 લોકોની ધરપકડ કરી હતી જેની બજાર કિંમત 280 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે.અને જે શીપ મારફતે ભારત ઘૂસડવામાં આવી રહી હતી. તે પહેલા ગુજરાત એ. ટી .એસ અને કોસ્ટગોર્ડ સયુંકત પ્રયાસે ઓપરેશન પાર પાડ્યુ હતુ.
તાજેતરમાં જ કંડલા પોર્ટ પરથી ગુજરાત એ .ટી,એસની ટીમે 2500 કરોડથી વધુનો ડ્રગ્સ કન્ટેનરોમાંથી ઝડપી પાડ્યો હતો જે આફઘિનાસ્તાનથી લવાયુ હોવાની આશંકા સેવાઇ રહી છે અને તે આગાઉ મુન્દ્ગા પોર્ટ પરથી 3 હજારથી પણ વધુનો હેરોઇન ઝડપાયુ હતુ જે નાશ કરાયુ હતુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.