અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 90 રુપિયા સુધી પહોંચી ચુક્યો છે અને લોકોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે.
પેટ્રોલના ભાવવધારા સામે હવે મોદી સરકારનો તેમની જ પાર્ટી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વિરોધ કર્યો છે.ડો.સ્વામીનુ કહેવુ છે કે, આ સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90 રુપિયા થઈ ગઈ છે .હકીકત એ છે કે, પેટ્રોલની રિફાઈનરીમાંથી નિકળ્યા બાદની કિંમત પ્રતિ લિટર 30 રુપિયા હોય છે.જેમાં બીજા 60 રુપિયાનો ટેક્સ સરકાર દ્વારા ઝીંકવામાં આવે છે.ખરેખર તો પેટ્રોલનો વધારેમાં વધારે ભાવ પ્રતિ લિટર 40 રુપિયા હોવો જોઈએ.
સ્વામીએ કહ્યુ હતુ કે, સરકાર પેટ્રોલના ભાવ વધારીને લોકોનુ શોષણ કરી રહી છે.જોકે સ્વામીનુ સૂચન સોશ્યલ મીડિયા પર ઘણાને પસંદ આવી રહ્યુ છે અને ઘણા તેનો વિરોધ પણ કરીને સવાલો પૂછી રહ્યા છે.
જોકે પહેલી વખત નથી બન્યુ કે ડો.સ્વામીએ પોતાની સરકારની નીતિઓનો વિરોધ કર્યો હોય.આ પહેલા પણ તેઓ ઘણી વખત જાહેરમાં મોદી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.