93 વર્ષની વયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન, ગઇ કાલે જન્મદિવસ હતો

– મોતીલાલ વોરા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરમાં સોમવારે નિધન થયું છે. ખરાબ તબિયતના કારણે મોતીલાલ વોરાને દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલનમાં સારવાર ચાલી રહી હતી. હજુ તો ગઇ કાલે જ મોતીલાલ વોરાનો જન્મદિવસ હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મોતીલાલ વોરાને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમને કોરોના વાયરસનો ચેપ પણ લાગ્યો હતો. તે સમયે તેમની સારવાર દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા અને તેમને રજા પણ આપવામાં આવી હતી.

તેમના નિધન ઉપર પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, વોરાજી એક સાચા કોંગ્રેસી અને અદ્ભુત માણસ હતા. અમને તેમની ઘણી યાદ આવશે. તેમના પરિવાર અને દોસ્તોને મારો પ્રેમ અને સંવેદના. મોતીલાલ વોરા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. મોતીલાલ વોરા ગાંધી પરિવારના ઘણા નજીકના માણસ હતા. તેમણે ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસમાં કોષાધ્યક્ષની જવાબદારી સંભાળી હતી.

2018ના વર્ષમાં રાહુલ ગાંધીએ મોતાલાલ વોરાની વધતી ઉંમરનું કારણ આપીને કોષાધ્યક્ષની જવાબદારી અહેમદ પટેલને આપી હતા. જો કે તેમનું પણ નિધન થઇ ચુક્યુ છે. રાજનીતિમાં આવ્યા પહેલા મોતીલાલ વોરા એક પત્રકાર હતા. મોતીલાલ વોરા કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. 1993ના વર્ષમાં તેમણે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકેની જવાબદારી સંભાળી હતી અને ત્રણ વર્ષ સુધી તેઓ આ પદ ઉપર રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.