99.9 ટકા કોંગ્રેસીઓ રાહુલ અધ્યક્ષ બને એમ ઇચ્છે છે’ : કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાનો દાવો

 

99.9 ટકા કોંગ્રેસીઓ ઇચ્છે છે કે રાહુલ  પક્ષના અધ્યક્ષ બને એવો દાવો કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કર્યો હતો. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પક્ષના નેતાઓની બેઠક શરૂ થવા પહેલાં સૂરજેવાલા બોલી રહ્યા હતા.

2021માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂ્ંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસને સંગઠિત રાખવા અને અસંતુષ્ટ નેતાઓને મનાવી લેવા સોનિયાએ આજે પોતાને ત્યાં બેઠક રાખી હતી. ગુલામ નબી આઝાદ પણ સોનિયાને ત્યાં પહોંચ્યા હતા. આ વર્ષના ઑગષ્ટમાં સાંસદ શશી થરુર, કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ વગેરે 23 નેતાઓએ પક્ષ પ્રમુખના મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. એ સમયે તો આ પત્રને બળવો ગણીને સિનિયર નેતાઓની ઝાટકણી કાઢવામાં આવી હતી.

પરંતુ તાજેતરમાં થયેલી બિહાર વિધાનસભા અને હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રસનો ધબડકો થયો ત્યારબાદ પક્ષના મોવડી મંડળને ખ્યાલ આવ્યો હતો કે પક્ષની આંતરિક ખેંચતાણ રોકવામાં નહીં આવે તો આવતા વરસે થનારી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષનો ધબડકો થવાની શક્યતા હતી. એટલે આજે સોનિયા ગાંધીના નિવાસસ્થાને પક્ષના નેતાઓની એક બેઠક યોજવામાં આવીય આ લખાતું હતું ત્યારે બેઠક શરૂ થવાની તૈયારી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.