પાકિસ્તાનમાં મંગળવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પંજાબ સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનમાં ભૂકંપને લઇને જોવા મળી તબાહી
મંગળવારે આવેલા ભૂકંપને લઇને પાકિસ્તાનમાં ભારે તબાહી જોવા મળી છે. આ કુદરતી આફતના કારણે પાકિસ્તાન અને PoKમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 300થી વધારે લોકોને ઇજા પહોંચી છે. આ અંગેની પુષ્ટી પાકિસ્તાનના ગૃહ વિભાગે કરી છે.
પાકિસ્તાનમાં ભૂકંપની સૌથી વધારે તબાહી PoKમાં થઇ
પાકિસ્તાનમાં ગઇકાલે આવેલા ભૂકંપથી સૌથી વધારે નુકસાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જોવા મળ્યુંછે. અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 જોવા મળી હતી.
ભૂકંપના કારણે PoKના મીરપુરમાં સૌથી વધુ મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં મીરપુરમાં જ 26 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જેમાં આ વિસ્તારના જતલાન નામના ગામમાં 10 લોકોના મોત થયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપને લઇને દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે થયેલી જાનહાનિ તેમજ સંપત્તિમાં થયેલ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂકંપના કારણે 31 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 300થી વધારે ઘાયલ થયા છે. પીએમઓએ ટવિટ કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાનના કેટલાંક ભાગમાં આવેલા ભૂકંપના કારણે થયેલી જાનહાનિ તેમજ સંપત્તિના નુકસાનપર દુઃખ વ્યક્ત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.