‘સૌથી હોંશિયાર ડોક્ટર અને સૌથી ખરાબ સાધુ-સંત થશે’, જાણીતી યુનિવર્સિટીના કુલપતિની ‘લવારી’ વાયરલ

રાજ્યની પાટણ યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવ્યા બાદ આજે ફરી એકવખત ચર્ચાનો વિષય બની છે. હાલ પાટણ યુનિવર્સિટીના કુલપતિનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડો.અનિલ નાયકે શિક્ષણના આધારે વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

પાટણ યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓના વર્ગીકરણમાં જણાવ્યું કે, સૌથી હોંશિયાર વિદ્યાર્થી ડોક્ટર બને છે, જ્યારે સૌથી ખરાબ વિદ્યાર્થી સાધુ-સંત થશે. તેમના આ નિવેદનના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા હતા. તેઓ એક જાહેર મંચ પરથી પોતાનું આ નિવેદન આપી રહ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયામાં તેમનું આ વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

પાટણ યુનિવર્સિટીના કુલપતિનો વિવાદિત વીડિયો વાયરલ થયો હતો, તેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી સિસ્ટમ સૌથી ખરાબ છે. જે વિદ્યાર્થીઓ ખરાબ હશે તે ડોન, માફિયા અને દાઉદ બનશે, જ્યારે હોશિયાર વિદ્યાર્થીઓ ડોક્ટર જેવા મહાન હોદ્દા પર બિરાજમાન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.