અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી ઇરાનના ‘બાહુબલી’ જનરલને કર્યા ઠાર, બંને દેશો વચ્ચે સ્થિતિ ભયંકર વણસી

અમેરિકાએ એક અનેપક્ષિત ઘટનાક્રમમાં ગુરૂવાર મોડી રાત્રે ઇરાકની રાજધાની બગદાદમાં હવાઇ હુમલો કરીને ઇરાનના અત્યંત પ્રશિક્ષિત કુદસ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યા છે. કહેવાય છે કે સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટની તરફ આગળ વધી રહ્યો હતો આ દરમ્યાન અમેરિકાએ હવાઇ હુમલો કરી દીધો. આ હુમલામાં પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબુ મેહદી અલ મુહાંદિસનું પણ મોત થયાના સમાચાર છે.

આ અમેરિકન હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાનું નક્કી મનાઇ રહ્યું છે. અમેરિકાએ આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે ઇરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસ પર હુમલો કરી દીધો હતો. થોડાંક દિવસ પહેલાં જ અમેરિકાના નાણાં મંત્રાલયે આરોપ મૂકયો હતો કે વિદેશી અભિયાનોમાટે જવાબદાર ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડસના એક એકમ ‘કુદસ ફોર્સ’એ ક્રૂડ તેલના માધ્યમથી અસદ અને તેના લેબનાની સહયોગી હિઝબુલ્લાનું સમર્થન કર્યું હતું.

ઇરાનના સરકારી ટીવીએ સુલેમાનીનું મૃત્યુ થયાની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઇએ કે સુલેમાનીને પશ્ચિમ એશિયામાં ઇરાની ગતિવિધિઓને ચલાવવાના મુખ્ય સલાહકાર મનાય છે. સુલેમાની પર સીરિયામાં પોતાના મૂળિયા જમાવાની અને ઇઝરાયમાં રોકેટ એટેકથી હુમલો કર્યાનો આરોપ હતો. અમેરિકા લાંબા સમયથી સુલેમાનીને શોધી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.