મુંબઈઃ ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. રાજકુમાર રાવ તથા મૌની રોયની આ ફિલ્મ ગુજરાતના બેકડ્રોપ પર આધારિત છે. આ ફિલ્મનું પહેલું ગીત ‘ઓઢણી ઓઢું’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ગુજરાતનો લોક-ગરબોછે. આ ફિલ્મમાં આ ગરબાનું મોડર્નવર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.
આ ગીતને દર્શન રાવલ તથા નેહા કક્કરે ગાયું છે. ગીતને સચિન-જીગરે કમ્પોઝ કર્યું છે અને નિરેન ભટ્ટ તથા જીગરે લખ્યું છે.
આ ગીતને લઈ સચિન-જીગરે કહ્યું હતું કે આઈકોનિક ગીતને રીક્રિએટ કરવું એ બહુ મોટી જવાબદારી છે. તેણે આ ગીતને બને તેટલું બેસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આજના યુવાઓ આ ગીત સાથે રીલેટ કરી શકે તે તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. જીગરે કહ્યું હતું કે ફેસ્ટિવ સિઝન માટે આ પર્ફેક્ટ ડાન્સ ટ્રેક છે
.મિખિલ મૂસળેએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જ્યારે દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મની સ્ટોરી જુગાડી ગુજરાતી બિઝનેસમેન રઘુ (રાજકુમાર રાવ)ની છે, જે એન્ટરપ્રિનિયોર બનવા માટે ચીન જાય છે. અહીંયા તેને ચાઈનીઝ વાયગ્રા મળે છે અને ભારત આવીને તે વેચે છે. ફિલ્મમાં મૌની રોયે રાજકુમારની પત્ની રુકમણીનો રોલ પ્લે કર્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં બોમન ઈરાની, પરેશ રાવલ, ગજરાજ રાવ જેવા કલાકારો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.