ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. તુમકુરમાં તેમણે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’(PM-KSAN) યોજનાનો ત્રીજો હપ્તો જાહેર કર્યો. સ્ટેજ પર જ વડાપ્રધાને ટેબલેટમાં બટન દબાવીને આ મૂડી જાહેર કરી. આ દરમિયાન પીએમએ કહ્યું કે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ હેઠળ 8માં કરોડમાં ખેડૂતના ખાતામાં પૈસા જમા થયા છે. સાથે આ કાર્યક્રમમાં એક સાથે દેશના 6 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં કુલ 12 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.
ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે કેટલાક રાજ્યોમાં રાજનીતિના કારણે આ યોજનાને લાગૂ કરવામાં આવી નથી. એવી રાજનીતિક માનસિકતાએ ખેડૂતોનું લાંભા સમયથી નુકસાન કર્યું છે. ઉપરાંત તેમણે કહ્યું કે,‘મને આશા છે કે એવા દરેક રાજ્યો જેમને આ યોજના અત્યાર સુધી રાજ્યમાં લાગૂ નથી કરે તે રાજનીતિથી ઉપર ઉઠીને ખેડૂતોની ભલાઈ માટે આ યોજનાને જલ્દી લાગૂ કરશે.’
ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે,‘દેશમાં એક સમય એવો હતો કે જ્યારે સરકાર દ્વારા ગરીબ લોગોને આપવામાં આવેલ પૈસા મોટાભાગે વચેટિયાઓ ખઈ જતા હતા. ગરીબ માટે એક રૂપિયા મોકલવામાં આવતો પરંતુ તેની પાસે વાસ્તવિક રીતે 15 પૈસા જ પહોંચતા હતા. વચ્ચેના 85 પૈસા વચેટિયાઓ ચાઉં કરી જતા હતા. પરંતુ આજે બધી જ મૂડી ગરીબો અને ખેડૂતોના બેંક ખાતામાં સાધે પહોંચે છે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા બે કિશ્તમાં દેશભરના લગભગ 1 કરોડથી વધુ ખેડૂતો માટે અંદાજે 2 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ ચાર મહિનામાં દરેક લાભાર્થીને 2000 રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.