બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને બિગ બૉસ સીઝન 13 શરૂ થવા પહેલા જ સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સલમાન ખાન 1998માં કાળા હરણના શિકાર મામલાનો આરોપી છે. સલમાનને આ ધમકી ફેસબુક પર સોપૂ નામના ગૃપ પર આપવામાં આવી છે. આ ધમકી ગૈરી શૂટર નામના આઈડી પરથી આપવામાં આવી છે.
જે પોસ્ટ પર ધમકી આપવામાં આવી છે, તેની સાથે સલમાનનો એક પોપ્યુલર ફોટો શેર કરવામાં આવ્યો છે. જેના પર રેડ કલરથી ક્રોસ કરવામાં આવ્યું છે. યૂઝરે પોસ્ટમાં લખ્યું, વિચારી લે સલમાન, તું ભારતના કાયદાથી બચી શકે છે. પણ બિશ્નોઈ સમાજ અને સોપૂ પાર્ટીના કાયદાએ તને મોતની સજા સંભળાવી દીધી છે. સોપૂ એદાલતમાં તું દોષી છે.
સલમાને 27 ડિસેમ્બરે કાળા હરણ મામલે જોધપુર કોર્ટમાં હાજર થવાનું છે. કોર્ટે કહ્યું છે કે, જો તે કોર્ટમાં હાજર નહી થાય તો તેમની જામીન રદ્દ કરી દેવામાં આવશે.
2018માં સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી કારણ કે કુખ્યાત ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. લૉરેંસે કહ્યું, તું શું કરી લેશે, હું બધાની સામે તને મારીશ. જોધપુર કોર્ટમાં સલમાન ખાનને મારીશ. પછી તેને ખબર પડશે. ગયા વર્ષે તેણે આ ધમકી જોધપુર કોર્ટમાં હાજરી કરતા સમયે સલમાનને આપી હતી.
ખેર, પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો સલમાન જલદી જ નાના પરદે ફરી જોવા મળશે. તે બિગ બૉસ સીઝન 13 લઈને આવી રહ્યો છે. હાલમાં જ આ શોનો એક લોન્ચ ઈવેન્ટ પણ યોજાયો હતો. સલમાન પાછલા 10 વર્ષથી આ રિઆલિટી શો હોસ્ટ કરી રહ્યો છે. આ વર્ષે શોમાં શું ખાસ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.