ટ્રમ્પે કર્યો ખુલાસો, ભારતમાં થયેલા હુમલા સાથે જનરલ કાસિમ સુલેમાનીનું નામ જોડ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. અમેરિકાએ ઈરાનના શક્તિશાળી સૈન્ય જનરલ કાસિલ સુલેમાનીને ઠાર માર્યો છે. અમેરિકાએ ઈરાનના જનરલને ડ્રોન હુમલો કરી ઠાર માર્યો હતો. સામે ઈરાને પણ અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. આ દરમિયાન ટ્રમ્પે કાસિમ સુલેમાનીને લઈને ભારત કનેક્શન પણ ખોલ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, સુલેમાની ભારત વિરૂદ્ધ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં શામેલ હતો. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, સુલેમાનીનો ખાતમો યુદ્ધ શરૂ કરવા માટે નહીં પણ યુદ્ધ ખતમ કરવા માટે કરવામાં આવ્યો છે.

અમેરિકા દ્વારા ઈરાનના ટોચના સેના પ્રમુખને રોકેટ હુમલો કરીને મોતને ઘાટ ઉતારવાને લઈને દુનિયાભરમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીને મારવાના નિર્ણયનો પક્ષ લીધો છે. ટ્રમ્પે કહ્યું છે કે, કાસિમ સુલેમાનીના આતંકી કાવતરા દિલ્હીથી લઈને લંડન સુધી ફેલાયેલા છે. જો અમેરિકન્સને ક્યાંય પણ ડરાવવામાં આવશે તો અમે ટાર્ગેટ લિસ્ટ પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું છે. અમે જરૂર પ્રમાણે દરેક પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છીએ. ફેબ્રુઆરી 2012માં ઈઝરાયલ ડિપ્લોમેટની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.