અમદાવાદ: અમદાવાદીઓની આંખો ખોલતો બનાવ સામે આવ્યો છે. શહેરમાં લોકોના ઘરમાં ઘરઘાટી તરીકે રહી ચોરી કરી ફરાર થઇ જતા રાજસ્થાનના એક જ પરિવારના સાત સભ્યોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજસ્થાનથી આ પરિવારના લોકો અમદાવાદ અને અન્ય શહેરમાં જતા હતા ઘરના માલિકને એક ડમી સીમકાર્ડવાળો ફોન નંબર આપતા હતા. ચોરી કર્યા બાદ ફરાર થઈ જતા હતા અને નંબર બંધ કરી કાર્ડ ફેંકી દેતા હતા. પોલીસે તેઓ પાસેથી દાગીના, મોબાઈલ સહિતનો 5 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખની છે કે અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં રાજસ્થાની ઘરઘાટીઓ રાખવામાં આવે છે. ત્યારે ઘટઘાટી રાખનાર ઘરમાલિકો તેમની સંપૂર્ણ વિગતો પોલીસને આપે તે જરૂરી બને છે.
ક્રાઈમ બ્રાન્ચે શુકન ચોકડીથી પકડ્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નિકોલ શુકન ચોકડી પાસેથી મૂળ રાજસ્થાનના બાંસવાડાના બડા કોટડા ગામના પરિવારના સાત સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા તેઓ છેલ્લા છ મહીનાથી અમદાવાદમાં અવર જવર કરતા હતાં. શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇને ફ્લેટો અને સોસાયટીમાં જે જગ્યાએ ઘરઘાટીની જરૂર હોય ત્યાં નોકરી પર રહેતા હતાં.
બનાવટી ઓળખ આપતા ડમી સીમકાર્ડ વાપરતા
બે ત્રણ દિવસ સુધી ઘરની અંદરની તમામ પરિસ્થિતિથી વાકેફ થયા બાદ પોતાના જ બીજા માણસને ઘરનું બીજુ કામ કરવાનાં બહાને બોલાવતા હતાં. જ્યારે ઘરના સભ્યો હાજર ન હોય તેમ સમયે ઘરમાંથી કિંમતી દાગીના તેમજ રોકડની ચોરી કરીને પલાયન થઇ જતાં હતાં. જ્યારે પણ તેઓ ઘરઘાટી તરીકે કામ કરતા ત્યારે પોતાનો પરિચય બનાવટી આપતાં અને ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતા. જો કે ચોરી કર્યા બાદ આ નંબર કાયમ માટે બંધ કરી દેતા હતાં. અમદાવાદમાં તેમણે સોલા, ચાંદખેડા તેમજ શાહીબાગ વિસ્તારોમાં આ જ રીતે ચોરી કર છે.
આઈડાર્ડ ઘરમાલિકોને આપ્યા ન હતા
કોઈ પણ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખતા પહેલા તમામ નોકરોના આઇડેન્ટિ પ્રુફ સાથેની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની હોય છે. ઝડપાયેલાંઆરોપીઓએ પોતાના કોઈ ઓળખકાર્ડ ઘરમાલિકને આપ્યા ન હતા તેમજ ઘરમાલીકે પણ જાણ કરી ન હતી. જે તે પોલીસ સ્ટેશન આ બાબતે તપાસ કરી અને જો નોંધ નહિ કરાવી હોય તો ગુનો દાખલ કરશે . જ્યારે PSI એ. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપીઓ મકાનમાલિકને કચરાપોતું કરવાના બહાને કામ મેળવતા હતા ત્યારવાડ પોતાના ભાઈ કે બહેન બનાવી ગાડી સાફ અને અન્ય કામ માટે રખાવતા હતા. કોઈપણ એક વ્યક્તિ ચોરી કરી લે ત્યારબાદ કામ છોડી રાજસ્થાન ફરાર થઈ જતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.