સીએમ વિજય રૂપાણી આમ તો આખા બોલા માણસ છે. અને હાલમાં જ તેઓએ ઘણી વાર હું 20-20 મેચ રમવા આવ્યો હોવાનું અને અડધી પીચે જ બેટિંગ કરતો હોવાનું નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં, પણ રાજકોટમાં દારૂબંધી મુદ્દે વિજય રૂપાણીસાહેબે રાજસ્થાનની ગેહલોત સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા. તો હાલમાં જ રાજસ્થાનનાં કોટામાં બાળકોનાં મોત મામલે દેશમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજકોટમાં પણ એક મહિનામાં 111થી વધુ બાળકોનાં મોત અંગે જ્યારે સીએમ રૂપાણીને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ મોઢું ફેરવી દીધું હતું.
રાજસ્થાનના કોટામાં બાળકોનાં મોતને લઈ બીજેપી સરકાર ગેહલોત સરકાર પર આકરાં પાણીએ છે. ગુજરાતમાં પણ ભાજપ નેતાઓએ કોટામાં બાળકોનાં મોતને લઈ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પણ જ્યારે રાજકોટમાં જ બાળકોનાં મોતની સનસનીખેજ ખબર સામે આવી તો, ગુજરાત ભાજપ સરકારની ઊંઘ ઉડી ગઈ છે. ખુદ સીએમ રૂપાણી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી. જ્યારે એક કાર્યક્રમમાં પહોંચેલા સીએમ રૂપાણીને રાજકોટ અને અમદાવાદમાં બાળકોનાં મોત મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે નીચે વીડિયોમાં જુઓ, તેઓએ કેવી રીતે મોઢું ફેરવીને પીછેહઠ કરી દીધી હતી.
પણ રૂપાણી સાહેબ આમ સવાલોથી મોઢું ફેરવવાથી અને વિપક્ષમાં બેસેલી કોંગ્રેસ પર આકરાં પ્રહાર કરવાથી ગુજરાતનું શું ભલું થવાનું છે. આ સવાલનો સામનો કરવાથી કોઈ એક બાળકનું જીવન બચે તો પણ ઘણું છે. એટલે એક સામાન્ય પ્રજા તમારી પાસે ઈચ્છે કે તમે વરવી વાસ્તવિકતા સ્વીકારી સવાલોનો સામનો કરો. આમ મોઢું ફેરવીને ચાલ્યા જવાનો કોઈ મતલબ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.