પેશાવરમાં શીખ યુવકની હત્યા બાદ વિફર્યું ભારત, પાકિસ્તાનને તેના જ શબ્દોથી બરાબરનું ઘેર્યું

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર જૂઠનો પડદો નાખવાનાં અસફળ પ્રયત્નો કરનારા પ્રધાનમંત્રી ઇમરાન ખાન ઉલટા ભારતને ઉપદેશ આપી રહ્યા છે. તો નનાકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલાનાં 48 કલાકની અંદર જ રવિવારનાં પેશાવરમાં એક શીખ યુવકની હત્યા થઈ ગઈ. હવે ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતા તેને બીજા દેશોને ઉપદેશ આપવાની જગ્યાએ પોતાના ત્યાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.

પેશાવરમાં એક શીખ યુવકની હત્યા મામલે ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, “તે બીજા દેશોને શિખામણ આપવાની જગ્યાએ પોતાના ત્યાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.’ ઉલ્લેખનીય છે કે નનાકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલા હુમલા પર પાકિસ્તાન ઘેરાવા લાગ્યું તો ઇમરાન ખાને પોતાના દામન પર દાગ જોવાની જગ્યાએ ભારત પર લઘુમતીઓની સતામણીનો આરોપ લગાવ્યો. બીજી તરફ ભારતે પેશાવરમાં થયેલી હિચકારી ઘટનાની નિંદા કરી છે અને દોષિતોને સજા આપવાની માગ કરી છે.

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલાનાં ફક્ત 2 દિવસ બાદ જ રવિવારનાં એક શીખ યુવકની હત્યા કરી દેવામાં આવી, ત્યારબાદ પાકિસ્તાનમાં લઘુમતીઓની સતામણીનો મામલો એકવાર ફરી ચર્ચામાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને પાકિસ્તાનથી કહ્યું છે કે તે આ જઘન્ય હત્યાકાંડનાં દોષિતોની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, “ભારત પાકિસ્તાનનાં પેશાવરમાં લઘુમતી શીખ સમુદાયનાં સભ્યોની નિશાન બનાવીને કરવામાં આવી રહેલી હત્યાની નિંદા કરે છે. અમે પાકિસ્તાનથી માગ કરીએ છીએ કે તે સત્યથી ભાગવાનું બંધ કરે અને આ ક્રુર ઘટનાનાં દોષિતોને દંડ આપવા માટે પગલા લે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.