બોલિવૂડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ હાલમાં તેની ફિલ્મ ‘છપાક’નું પ્રમોશન કરી રહી છે. એસિડ એટેક સર્વાઈવરની કહાની પર આધારિત ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ અંગે ફેન્સમાં પણ એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એ સિવાય હાલમાં આખા દેશમાં સીએએ અને એનઆરસીને લઈ આ દિવસોમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.
બોલિવૂડની ઘણી હસતીઓ પણ આ એક્ટ મામલે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. કોઈ કાનુનનો વિરોધ કરી રહ્યા છે તો કોઈ સપોર્ટમાં છે. એ જ રીતે દીપિકાએ પણ આ મામલે પોતાની વાત સામે રાખી છે. દીપિકાને જ્યારે પુછવામાં આવ્યું કે બોલિવૂડ આ સીએએના મુદ્દે હજુ કેમ ચુપ છે. તો તેણે જવાબ આપ્યો કે, બધાનો પોત પોતાનો અભિપ્રાય છે. કોઈ એને વ્યક્ત કરવા માગતાં હોય તો કોઈ ન કરવા માગતા હોય. મને તો લાગતું નથી કે લોકો એક્ટર્સની વાતનું સન્માન કરે છે.
જે સેલેબ્સ એક્ટનો વિરોધ કરીને ટ્રોલ થયા એના પર દીપિકા પાદુકોણે કહ્યું કે, સેલેબ્રિટીને દેશ છોડવાનું કહી દેવામા આવ્યું છે, મને નથી લાગતું કે આ સાચું થઈ રહ્યું છે. દીપિકાએ આપેલા આ બયાનની હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બોલિવૂડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીએ આ વિશે પોતાની વાત રાખી હતી અને એમાંથી ઘણાને ભોગવવું પણ પડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.