ઇરાન-USએ પરમાણુ હથિયારને લઇ સામ-સામે બાંયો ચડાવી, રૂહાની બોલ્યા- ધમકી ના આપે અમેરિકા નહીં તો…

અમેરિકન ડ્રોન હુમલામાં ઇરાની જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધતો જઇ રહ્યો છે. બંને દેશ એકબીજાને સતત ધમકી આપી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે ઇરાનની પાસે કયારેય પરમાણુ હથિયાર નહીં હોય. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલાં જ ઇરાને જાહેરાત કરી કે તેઓ હવે 2015ના પરમાણુ કરારની અંતર્ગત લાગૂ કરાયેલા પ્રતિબંધોનું પાલન કરશે નહીં. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલાં જ ઇરાને જાહેરાત કરી કે તેઓ હવે 2015ના પરમાણુ કરારની અંતર્ગત લાગૂ કરાયેલા પ્રતિબંધોનું પાલન કરશે નહીં. ત્યાં ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે ઇરાનને કયારેય ધમકી ના આપવી અને 52ના બદલે 290ની વાત યાદ અપાવી.

ટ્રમ્પે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી કે ઇરાનની પાસે કયારેય પરમાણુ હથિયાર આવશે નહીં. આપને જણાવી દઇએ કે ટ્રમ્પે 2015માં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં ઇરાનની સાથે કરેલા કરારથી અમેરિકા અલગ કરી દીધું હતું.

બીજીબાજુ ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ પોતાના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું કે ઇરાની દેશને કયારેય ધમકી આપવી નહીં. આપને જણાવી દઇએ કે ટ્રમ્પે ઇરાનની 52 જગ્યા પર નિશાનીની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ 1988ની ઘટનાની યાદ અપાવી જ્યારે યુએસ વૉરશિપે ઇરાની યાત્રી વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 290 લોકોના જીવ ગયા હતા. હસન રૂહાનીએ ટ્વીટ કરી જે 52 નંબરનો ઉલ્લેખ કરી રહ્યા છે તેણે 290 નંબર પણ યાદ રાખવો જોઇએ. #IR655 ઇરાની દેશને કયારેય ધમકી ના આપવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.