શિસ્ત, ક્ષમા અને કલાનો સમન્વય જે વ્યક્તિમાં હોય તેને શિક્ષક કહેવાય. જાણે આ વાત માત્ર પુસ્તક પુરતી જ મર્યાદિત રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં એક શિક્ષકે તમામ મર્યાદા ઓળંગીને વિદ્યાર્થીને માર માર્યો. લાખાણી જીગર નામના વિદ્યાર્થીને ઉપરાછાપરી 5-6 તમાચા ચોડી દીધા હતા. વિદ્યાર્થીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક શિક્ષક વિદ્યાર્થીને કોઈ કારણોસર તમાચા મારી રહ્યા છે. આ વીડિયો સુરતની આશાદીપ-1 સ્કૂલનો છે.
આ અંગેની વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ભારે રોષમાં ભરાયા હતા. વાલીઓએ એકત્ર થઈને જે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો તેની વાલીઓએ બરોબરની ધોલાઈ કરી નાખી. આશાદીપ સ્કૂલના શિક્ષક વિપુલ ગજેરાને વાલીઓ અને સોસાયટીના લોકોએ શાળાએ પહોંચી મેથીપાક ચખાડ્યો. રોષે ભરાયેલા લોકોએ શિક્ષકને લાકડીથી ધોલાઈ કરી નાખી. શિક્ષકને બરાબરનો સબક શીખવાડ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.