દીપિકા JNUમાં પહોંચી તો સોશિયલ મીડિયા પર દંગલ, ફિલ્મ છપાક પર ખતરાની ઘંટી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે થયેલી ઘટનાની ઘણા ફિલ્મી સ્ટાર્સ પણ આલોચના કરી છે. સોશિયલ મીડિયા સિવાય ઘણા ફિલ્મી સ્ટારે જેએનયુ હિંસા વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનમાં ભાગ લેવા પર આ ઘટના પર વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે મંગળવાર રાતે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ દિલ્હી સ્થિત જેએનયુ કેમ્પસમાં પહોંચી અને આ હિંસાની આલોચના કરી.

વિશ્વ વિદ્યાલયમાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં પહોંચી આ દરમિયાન જેએનયુના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર પણ હાજર રહ્યા. જેએનયુ વિદ્યાર્થીઓએ દીપિકા પાદુકોણ સામે આઝાદીના સુત્રોચ્ચાર કર્યા. કન્હૈયા કુમારે પણ ખુબ સુત્રોચ્ચાર કર્યા છે. પરંતુ જેએનયુ વિદ્યાર્થી પ્રદર્શનમાં સામેલ થવું દીપિકાને ભાર પડ્યું છે. આજ કારણથી જેએનયુમાં જતા જ સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ ફિલ્મ છપાકનો વિરોધ થવા લાગ્યો છે.

જેએનયુ પ્રદર્શમાં સામેલ થાય બાદ સોશિયલ મીડિયા પર #BoycottChhapaak ટ્રેન્ડ કરવા લાગ્યું છે. ઘણા સોશિયલ મીડિયા યૂજર્સે દીપિકાના પ્રદર્શનમાં સામેલ થવાની નિંદા કરી છે. બીજેપી નેતા તેજેન્દ્ર સિંહ બગ્ગાએ ટ્વીટ કરી દીપિકા પાદુકોણ અને તેની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવાની વાત કહી. તેણે કહ્યું કે ટુકડે-ટકડે ગેંગ અને અફઝલ ગેંગનું સમર્થન કરવા પર જો તમે દીપિકાની ફિલ્મનો બહિષ્કાર કરશો તો રીટ્વીટ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.