ABVPના આતંક સામે પોલીસ લાચાર,ભાજપના બે નેતાને બચાવવા 9 કલાકે નોંધી ફરિયાદ

મહાત્મા ગાંધીના ગુજરાત માટે ચિંતાજનક કહી શકાય એવા એક ઘટનાક્રમમાં સત્તાધારી પક્ષ ભાજપની યુવા પાંખ એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઇના કાર્યકરોને પાલડી નજીક રસ્તા પર દોડાવી ખુલ્લેઆમ મારી લોહીલુહાણ કરી નાંખ્યા હતા. દિનદહાડે આવી રીતે હિંસક અત્યાચાર કરી એબીવીપીએ આ પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું વસ્ત્રાહરણ કર્યું ત્યારે ઉપસ્થિત પોલિસ કર્મીઓએ તેમને રોકવાને બદલે જાણે મુજરો કરી તેમની વાહવાહી કરી હતી.

દિલ્હી જેએનયુમાં વિદ્યાર્થી સાથે મારપીટના વિરોધમાં એનએસયુઆઈ-અમદાવાદના પાલડી સ્થિત એબીવીપી કાર્યાલય ખાતે વિરોધ કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે સવારે પાલડીમાં ૧૫૦ જેટલાં એનએસયુઆઈ કાર્યકરો એબીવીપીના કાર્યલય તરફ કૂચ કરતા પાલડી મેઈન રોડ પર એસ.ટી.નું સ્ટોપ છે ત્યાં પહોંચ્યા કે તરત જ સામેથી ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ સહિત એબીવીપીના કાર્યકરોનું એક ટોળું લાકડી અને પાઈપ લઈને દોડી આવ્યું હતું અને એનએસયુઆઈના કાર્યકરો પર તૂટી પડયું હતું. એબીવીપી અને યુવા ભાજપના કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ એનએસયુઆઈના કાર્યકરોને દોડાવી દોડાવીને રીતસર માર માર્યો હતો. આ હુમલાના વાયરલ થયેલા વિડિયોમાં એનએસયુઆઇના કાર્યકરો પર રીતસર હિંસક હુમલો કરવામાં આવ્યો હોય એમ દેખાય છે અને નિખિલ સવાણીને તો પથ્થરથી માથા પર મારવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં જ સાલ કોલેજના એબીવીપીના પ્રમુખ ચિરાગ મહેતાએ સવાણીને લોખંડનો પાઈપ ઝીંકતા તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. પોલીસની હાજરીમાં આટલી ગંભીર ઘટના ઘટી હોવા છતાં પણ એબીવીપીને અનુકૂળ આવે તેવી ગોઠવણ કરવા પોલિસે ફરિયાદ નોંધવામાં ૯ કલાકનો સમય લીધો હતો. ઘાયલ નિખિલ સવાણીને વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. જ્યારે અબ્દુલ કાદીર નામના એનએસયુઆઇના કાર્યકરને હેમરેજ હોવાનું નિદાન થયું છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખના જણાવ્યા મુજબ એબીવીપીના કાર્યકરો અને યુવા ભાજપના હોદ્દેદારો દોડી આવીને પથ્થર અને લાકડીથી અમારા પર હુમલો કર્યો હતો. પોલીસે અમને રોકી રાખ્યા હતા અને એબીવીપીના કાર્યકરોને મારવા માટે છૂટ આપી હતી. પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો હતો.એબીવીપી તરફથી એવો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હિંસા રોકવાની આ જ રીત છે. આ રીત ગાંધીજીના સિદ્ધાંતની વિરુદ્ધ છે એવા એક પૂરક પ્રશ્નના જવાબમાં આ નેતાએ કહ્યું હતું કે ગાંધીજીનો સિદ્ધાંત અત્યારે ન ચાલે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.